Connect Gujarat
ગુજરાત

રાજકોટ : દિવાળીમાં ટેમ્પરરી ફાયર સ્ટેશન ઉભા કરાશે, કોઈ ઘટના ન બને તે માટે તંત્ર સજ્જ

રાજકોટ : દિવાળીમાં ટેમ્પરરી ફાયર સ્ટેશન ઉભા કરાશે, કોઈ ઘટના ન બને તે માટે તંત્ર સજ્જ
X

રાજકોટ શહેરમાં દિવાળી પર્વની રોનક જોવા મળી રહી છે. સાથે જ ફટાકડાના વેપારીઓ દ્વારા લાયસન્સ પણ મેળવવામાં આવી રહ્યું છે. ફાયર બ્રિગેડ ટિમ દ્વારા સ્થળ તપાસ કરીને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે કે કેમ તે અંગે સર્વે કરવામાં આવે છે. આકસ્મિક ઘટના ઘટે તો પાણીની વ્યવસ્થા, ફાયર સેફટીના સાધનો હોય તેવા જ વેપારીઓને NOC આપવામાં આવે છે.

રાજકોટ શહેરમાં દિવાળીની રોનકના પગલે નાના બાળકોથી લઇ મોટા વડીલો સુધી સૌ કોઈ ફટાકડા ફોડીને ઉમંગભેર દિવાળી પર્વની ઉજવણી કરતા હોય છે. આ વર્ષે ફટાકડા બજારમાં અનેક અવનવી વેરાયટી જોવા મળી રહી છે. રાજકોટ શહેરમાં આ વર્ષે નાના મોટા 500 જેટલા ફટાકડાના સ્ટોલ ઉપલબ્ધ છે. ફટાકડાના વેપારીઓ દ્વારા ફાયર સ્ટેશનમાં એપ્લિકેશન આપવામાં આવે છે, જેના આધારે ફાયર ઓફિસર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે છે. જો ફાયર સેફટીના સાધનો ઉપલબ્ધ હોય તો તેને NOC આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 144 વેપારીઓ દ્વારા અરજી કરવામાં આવી છે. જે પૈકી 10થી વધુ વેપારીઓને NOC આપવામાં આવી છે. દિવાળીના પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તા. 26થી 29 ઓક્ટોબર સુધી શહેરમાં 5 અલગ અલગ સ્થળ પર ટેમ્પરરી ફાયર સ્ટેશન તૈયાર કરવામાં આવશે. જેમાં 24 કલાક ફાયરના જવાનો ઉપસ્થિત રહેશે અને આકસ્મિક બનાવ બને તો તાત્કાલિક પહોંચી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા અટકાવી દેવામાં આવશે.

દિવાળીનો તહેવાર નજીક આવે તેમ તેમ બજારમાં દિવાળી પર્વની રોનકમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે હાલ તો 144 જેટલા ફટાકડાના વેપારીઓ દ્વારા ફાયર સ્ટેશનમાં અરજી કરી NOC મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે. બે દિવસ બાદ મનપાના ફાયર ઓફિસર દ્વારા રાજકોટ શહેરના અલગ અલગ ફટાકડા સ્ટોલ પર સ્થળ તપાસ કરવામાં આવશે, જેમાં વેપારીઓ પાસે ફાયર સેફટીના સાધનો નહિ હોય તો નોટિસ આપી સ્ટોલ બંધ કરાવવા સુધી શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

Next Story