Connect Gujarat
ગુજરાત

રાજકોટ : પોલીસ કમિશનરનો માનવતાવાદી અભિગમ, ઝૂંપડાઓમાં જઈ લોકોના હાલચાલ પૂછી ભોજન, માસ્ક અને સેનીટાઈઝર આપ્યું

રાજકોટ : પોલીસ કમિશનરનો માનવતાવાદી અભિગમ, ઝૂંપડાઓમાં જઈ લોકોના હાલચાલ પૂછી ભોજન, માસ્ક અને સેનીટાઈઝર આપ્યું
X

રાજકોટ સહિત સમગ્ર વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર

મચાવ્યો છે. કોરોના વાયરસના પગલે સમગ્ર ભારતભરમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે આજે લોકડાઉનનો 13મો દિવસ છે.

લોકડાઉનની સ્થિતિમાં સૌથી ખરાબ પરિસ્થિતિનું

નિર્માણ થયું હોય તો તે ગરીબ વર્ગનું થયું છે. કારણ કે, આપણે ત્યાં રોજબરોજની મહેનત કરી પોતાનું પેટિયું રડતા વર્ગની સંખ્યા ખૂબ જ મોટી છે, ત્યારે ગત અઠવાડિયે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા પોતાના તાબા

હેઠળ આવેલા તમામ પોલીસ મથકના અધિકારીઓને

પોતાના પોલીસ મથક વિસ્તારની અંદર

આવતા તમામ ગરીબ વર્ગનું ધ્યાન રાખવામાં આવે. ઉપરાંત તેમને જીવન જરૂરી તમામ ચીજવસ્તુઓ નિઃશુલ્ક રીતે પહોંચાડવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી.

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ખુદ

ઝુપડપટ્ટીની મુલાકાત લીધી હતી. લોકોના ઝૂંપડાઓમાં જઈ કઈ રીતે તેઓ હાલ પોતાનું જીવન

વ્યતીત કરે છે. તે અંગે માહિતી પણ મેળવી હતી. તો સાથે જ આ સમયે ખુદ પોલીસ કમિશનર મનોજ

અગ્રવાલ દ્વારા ઝુપડપટ્ટીમાં રહેતા લોકોને ભોજન આપી માસ્ક અને સેનીટાઈઝરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. લોકડાઉન પૂર્ણ ન થાય ત્યાં સુધી ગરીબ વર્ગને કોઇ પણ પ્રકારની ખાવા-પીવાની તકલીફ ન થાય તે માટે 8 દિવસ માટેની રાશનની કીટ પણ આપવામાં આવી હતી. આમ રાજકોટવાસીઓએ આજરોજ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનો માનવતાવાદી અભિગમ પણ

જોયો હતો.

Next Story