Connect Gujarat
ગુજરાત

રાજકોટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ મન ભરીને માણી ધૂળેટીની મજા

રાજકોટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ મન ભરીને માણી ધૂળેટીની મજા
X

ધુળેટીના તહેવાર માટે એવુ કહેવાઈ છે કે રંગો પહેરીને પતંગીયુ થઈ ઉડી જવાનો દિવસ એટલે ધુળેટી. ત્યારે રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમા ધુળેટીની ઉજવણી કરવામા આવી હતી.

ત્યારે રાજકોટમા નાનેરાથી લઈ મોટેરા સુધી સૌ કોઈએ ધુળેટીની ઉજવણી ઉત્સાહભેર કરી હતી. તો બીજી તરફ જેમના શિરે રાજકોટની જવાબદારી છે. તેવા અધિકારીઓ પણ ધુળેટીની મજા માણતા નજરે પડયા હતા. રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના બંગલે ધુળેટીની ઉજવણીનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જે આયોજનમા રાજકોટ જોઈન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, એસપી બલરામ મિણા, ડિસીપી રવિ મોહન સૈની, ડિસીપી મનોહર સિંહ જાડેજા તેમજ મ્યુનિસિપલ કમિશ્નર બંચ્છાનિધી પાની સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સમયે કોઈ પણ જાતના પ્રોટોકલની પરવાહ કર્યા વગ અધિકારીઓએ મન ભરીને ધુળેટીની મજા માણી હતી

Next Story