Connect Gujarat
ગુજરાત

રાજકોટ બહુ ચર્ચિત માલવીયા કેસમાં આરોપીના બેંક લોકર તપાસ શરુ

રાજકોટ બહુ ચર્ચિત માલવીયા કેસમાં આરોપીના બેંક લોકર તપાસ શરુ
X

રાજકોટમાં માલવીયા શેઠના મૃત્યુ બાદ તેઓની ખોટી વસિયત બનાવવાના ગુનામાં ઝડપાયેલ આરોપીના બેંક લોકરોની તપાસ પોલીસ તેમજ આયકર દ્વારા શરૂ કરવામાં આવી છે.

રાજકોટ માલવીયા કોલેજના શેઠ વસંત માલવીયાનું ફેબ્રુઆરી 2016માં અવસાન બાદ તેઓની મિલ્કતોને પચાવી પાડવા માટે નો કારસો રચવામાં આવ્યો હતો. જેમાં બોગસ વસિયત નામ સંદર્ભે પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસે નવેમ્બર 2016માં કોલેજના ટ્રસ્ટી મનોજ શાહ, તેમનો પુત્ર વિશાલ શાહ તેમજ કોલેજના પ્રિન્સિપાલ કમલેશ જાની અને કોલેજના એમ્પ્લોય પરેજ મહેતા ની ધરપકડ કરી હતી.

unnamed-4

ઘટના માં તલશ્પર્શીય તપાસ અર્થે પોલીસ દ્વારા કોલેજના ટ્રસ્ટી મનોજ શાહ ના બેંક લોકર ની ઝીણવટ ભરી તપાસ શરુ કરી છે.જેમાં મનોજ શાહ ના એક્ષિસ બેંક ,બેંક ઓફ બરોડા અને અલ્હાબાદ બેંક ના લોકરો ની તપાસ કરવામાં આવી હતી.આ તપાસ દરમિયાન આયકર વિભાગ પણ જોડાયુ હતુ અને આરોપીઓ ની મિલ્કતો સહિત વિવિધ દસ્તાવેજો ની તપાસ પણ કરવામાં આવી રહી છે.

આ તપાસ દરમિયાન મનોજ શાહ ના એક્ષિસ બેંક ના લોકર માંથી કંઈ પણ હાથ લાગ્યુ નહોતુ. જો કે અલ્હાબાદ અને બેંક ઓફ બરોડાના લોકર માંથી કેટલાક મહત્વના કાગળ મળી આવ્યા હતા. જેની પોલીસે ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે.

Next Story