Connect Gujarat
ગુજરાત

રાજકોટ મનપાનાં સામાન્ય બજેટમાં પાણીવેરો બમણો કરાયો

રાજકોટ મનપાનાં સામાન્ય બજેટમાં પાણીવેરો બમણો કરાયો
X

રાજકોટ મહાનગર પાલિકાનું વર્ષ 2018 - 19નું બમણા પાણી વેરા અને વાહન વેરા વધારાનાં આકરા કરવેરા સહિત કુલ 44 કરોડનાં કર બોજાવાળુ સામાન્ય બજેટ રજુ કરવામાં આવ્યુ હતુ. મ્યુ. કમિશનર બંછાનિધી પાનીએ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલને 1727.57 કરોડનું બજેટ સુપ્રત કર્યું હતુ. વર્ષ 2018 - 19નાનાં બજેટમાં રાજકોટ માટે અનેક સુવિધાઓની સાથોસાથ આવકનાં સ્ત્રોત પર પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે.

# રાજકોટ મનપાનાં બજેટ પર એક નજર :-

- બજેટ સ્માર્ટ લીવેબલ અને સસ્ટેનેબલની થીમ ઉપર બનાવાયુ

- પાણીવેરો 840 લેવામાં આવે છે ,તેનો બમણો એટલે કે 1680 અને કોમર્શિયલ હેતુ માટે 3360નો વાર્ષિક વેરો વસુલવા સુચવાયુ

- વાહનવેરો 1 ટકો લેવામાં આવે છે તે હવેથી 2.5 ટકા લેવા દરખાસ્ત કરાઇ

- વેરા વધારા સહિત કુલ 44 કરોડનો વધારાનો કરબોજો લાદવામાં આવ્યો

- નવી કાર્પેટ વેરા પધ્ધતિનાં અમલથી આ વર્ષે 27 કરોડની વેરા આવક થશે

- હોર્ડીંગ્સ બોર્ડનાં ચાર્જથી 6 કરોડની આવક દર્શાવાઇ

- વ્યવસાય વેરાથી 30 કરોડની આવક થવાનો અંદાજ

- 50 કરોડનાં બોન્ડ પ્રસિધ્ધ કરીને આવક કરવામાં આવશે

- 70 કરોડની એ.ડી.બી. લોન આવક બજેટમાં દર્શાવાઇ

- રિ-ડેવલપમેન્ટ, વોર્ડ ઓફિસમાં જન્મ - મૃત્યુ નોંધ સર્ટી. મળી શકે તેવી વ્યવસ્થા

# બજેટમાં નવી યોજનાઓ

- શહેરનાં બસ સ્ટોપને એલ.ઈ.ડી, સીસીટીવી કેમેરા, સોલાર પેનલ સહિતની સુવિધાથી સજ્જ બનાવાશે

- શહેરમાં 600 થી વધુ સ્થળોએ કેમેરા લગાવાશે

- છ વિસ્તારોમાં જન આરોગ્ય કેન્દ્ર તથા 1 કેન્દ્ર 24 કલાક કાર્યરત

- 18 મોડેલ આંગણવાડી

- કરોડનાં ખર્ચે કોઠારીયા ખાતે નવુ ગાર્બેજ ટ્રાન્સફર

- રંદારડા-લાલપરી તળાવ રિડેવલપમેન્ટ યોજના

- શહેરના બીઆરટીએસ રૂટ પર પાંચ ઇલેકટ્રીક બસ દોડશે

મનપાનાં નવા વર્ષનાં બજેટમાં ખાસ કોઇ નવી મોટી યોજનાઓ જાહેર કરવામાં નથી આવી. વિપક્ષ અને લોકોના મત મુજબ ચૂંટણીઓ પૂર્ણ થઇ છે ત્યારે પ્રજા ઉપર વેરા ઝીંકવાનું બજેટ રજુ કરવામાં આવ્યું છે. જોકે, સ્ટેન્ડીંગ કમિટિ આ કરબોજો મંજુર કરશે કે કેમ અથવા કરબોજો હળવો કરીને બજેટ મંજુર કરે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.

Next Story