Connect Gujarat
ગુજરાત

રાજકોટ મહાનગર પાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજુ કરાયુ, 25.19 અબજની અંદાજ પત્રમાં દરખાસ્ત રજુ કરાઈ

રાજકોટ મહાનગર પાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજુ કરાયુ, 25.19 અબજની અંદાજ પત્રમાં દરખાસ્ત રજુ કરાઈ
X

રાજકોટ મહાનગર પાલિકાનું વર્ષ ૨૦૧૭ - ૧૮નું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મનપાના કમિશનર બી. એન. પાનીએ ૨૫.૧૯ કરોડનું અંદાજ પત્ર રજુ કર્યું છે.

રાજકોટ મનપાનું વર્ષ ૨૦૧૭ -૧૮નું ડ્રાફ્ટ બજેટ રજુ કરતા મનપાના કમિશનર બી.એન.પાનીએ જણાવ્યુ હતુ કે કાલાવડ રોડ ઉપર ત્રણ સ્‍થળોએ ફુટ ઓવરબ્રિજ, ત્રિકોણ બાગે નવુ સિવીલ સેન્‍ટર, ૧ સાયકલ ટ્રેક, રૈયાધારે નવો ફીલ્‍ટર પ્‍લાન્‍ટ બનાવવા ઉપરાંત રાંદરડા તળાવ ડેવપલપમેન્‍ટ, માલધારી વસાહત, કિશાનપરા બ્રિજ, સાંઢિયાપુલને પહોળો કરવાની યોજના સહિતની જુની યોજાઓનો તેમજ ૪પ મી. થી ઉંચી ઇમારતો માટે વાર્ષિક રૂપિયા ૩૦૦૦ વસુલ કરવાની દરખાસ્ત રજુ કરી છે.

આ ઉપરાંત ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ માં વધારો કરીને બિન રહેણાંક કનેકશનોમાં પાણીવેરો વાર્ષિક રૂપિયા ૧૬૮૦ થી વધારી ર૪૦૦ કર્યો છે. ફોર વ્હીલર વાહનો ના વેરો હાલના ૧ ટકાની જગ્‍યાએ ૧.પ ટકા કરવાની દરખાસ્‍ત પણ તેઓએ રજુ કરી છે.

વધુમાં શહેરમાં નિર્માણ પામ્યા પહેલા જ વિવાદમાં ઘેરાયેલા આમ્રપાલી બ્રિજને હવે બજેટમાં કિશાનપરા બ્રિજ નામ આપી બ્રિજ બનાવવાની દરખાસ્ત કરાઈ છે. જેના માટે ૪૫ કરોડની પણ જોગવાઈ કરવામાં આવી છે.

મ્યુનીસીપલ કમિશનર દ્વારા ૨૫.૧૯ કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં રજુ કર્યુ છે, જયારે હવે આગામી દિવસોમાં ડ્રાફ્ટ બજેટમાં સુધારા વધારા સાથે આખરી બજેટ રજુ કરવામાં આવશે.

Next Story