Connect Gujarat
ગુજરાત

રાજકોટ રેન્જ આઈજી સંદીપ સિંઘની ટીમે 55લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

રાજકોટ રેન્જ આઈજી સંદીપ સિંઘની ટીમે 55લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
X

દારૂના પ્યાસીઓની 31st ની ઉજવણીના રંગમા ભંગપાડતી રાજકોટ રેન્જ આઈજી સંદીપ સિંઘ ની ટી

રાજકોટ રેન્જ આઈજીની ટીમે સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા પો.સ્ટે. વિસ્તારના હદમાં આવતા અમદાવાદ-રાજકોટ ને.હા. રોડ ઉપરથીટ્રક માંથી ભારતીય બનાવટની ઇગ્લીશદારૂની બોટલ નંગ-૩૦૯૪૮ કિ.રૂ.૫૫,૫૭,૮૦૦/- તથા ટ્રક રૂ.૨૦,૦૦,૦૦૦/- મો.ફોન-૧-રોકડ મળી કુલ રૂ.૭૫,૭૦,૫૫૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

બે દિવસ બાદ દેશભરમાં 31મી ડિસેમ્બર ના રોજ ન્યુ યરની પાર્ટીનું આયોજન કરવામાં આવશે. ત્યારે આ સમયે મોટા પ્રમાણ લોકો દારૂની મોજ માણતા હોઈ છે. ત્યારે રાજકોટ રેન્જ આઈજી દ્વારા પોતાના તાબા હેઠળ આવતા તમામ એસપી અને પોતાની ટીમને વિદેશી દારૂ કબ્જે કરવા સૂચના આપી છે. જે અન્વયે રાજકોટ રેન્જ આઈજી ની ટિમ દ્વારા અમદાવાદ- રાજકોટ નેશનલ હાઇવે ઉપરથી બંધ કન્ટેનર ટ્રક MH-04-FJ-7026 માં ઇંગ્લીશ દારુનો મસ મોટો જથ્થો ભરેલ હતો જેને પકડી પાડ્યો હતો ટ્રક રોકી કન્ટેનર ખોલી ચેક કરતા કન્ટેનરમાં છુપાવી-સંતાડી રાખેલ અલગ-અલગ બ્રાંડની ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૩૦૯૪૮ કિ.રૂ.૫૫,૫૭,૮૦૦/- કન્ટેનર ટ્રક-૧ કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦/- અને રોકડા રૂ.૧૧,૭૫૦/- મળી કુલ રૂ.૭૫,૭૦,૫૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરી હાજર મળી આવેલ ડ્રાઇવર જોગીન્દરસિહ સંતોકસિંહ સરદાર રે.કલમપોલી, પનવેલ, મુંબઇ વાળાને ધોરણસર અટક કરી અને ટ્રક માલીક તથા મુંબઇથી ઇંગ્લીશ દારુનો જથ્થો મોકલનાર પવન રે.રાજસ્થાન વાળો તથા બીલ્ટી પોરબંદરની બનાવેલ હોય સદર માલ મંગાવનાર તપાસમાં ખુલે તે તમામ વિરુધ્ધ સાયલા પો.સ્ટે. ગુનો રજી. કરાવવામાં આવ્યો.

Next Story