Connect Gujarat
ગુજરાત

રાજકોટ: લોકપ્રિય હાસ્ય કલાકાર સાંઇરામ દવેની ઓળખ ચોરી કરી ફેઇક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવનાર આરોપીની કરાઇ ધરપકડ

રાજકોટ: લોકપ્રિય હાસ્ય કલાકાર સાંઇરામ દવેની ઓળખ ચોરી કરી ફેઇક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવનાર આરોપીની કરાઇ ધરપકડ
X

રાજકોટ ખાતે લોકપ્રિય હાસ્ય કલાકાર સાંઇરામ દવેની ઓળખ ચોરી કરી ફેઇક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી સાંઇરામ દવેના ફોટા અને કૃતિનો છેતરપીંડી પૂર્વક ઉપયોગ કરી ખોટી પ્રસિદ્ધિ મેળવી રૂપિયા પડાવવાનો કારસો રચાયાની એક ફરિયાદ નોંધાવા પામી હતી. જેમાં ટીમ દ્વારા ગુનો દાખલ કરી ટેકનીકલ એનાલીસીસ અને ઇન્ફોર્મેશન એકઠી કરી આરોપીની ધરપકડ કરવા કવાયત હાથધરાઇ હતી.

જેમાં રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ મથક દ્વારા ટેકનીકલ એનાલીસીસ કરી ફેઇક ઇન્સ્ટાગ્રામ આઇડી "sairamdaveofficial” બનાવનાર ઇસમ આશીષ પંકજભાઇ જાની ઉવ. ૨૦ ધંધો. કર્મકાંડ રહે.ગામ- નાગલપર તા.જી. બોટાદવાળાની ધરપકડ કરી તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે ઝડપાયેલા આરોપીની પુછપરછ કરતા આરોપી પોતે બી.એ.માં ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરેલ હોવાનું તેમજ પોતે છેલ્લા બે વર્ષથી તેણે બનાવેલુ ફેઇક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ “sairamdaveofficial”નામે ઉપયોગ કરે છે અને તેનો ઉપયોગ તે અલગ-અલગ સેલીબ્રીટીઓને મેસેજ કરીને ફોલો કરવા તથા પોસ્ટ લાઇક કરવા જણાવેલ હતું તથા ફરીયાદી દ્વારા લાઇવ સ્ટેજ શો વિડીયોગ્રાફી તથા ડીજીટલ પ્લેટફોર્મ મારફત યુ ટયુબ, ઇસ્ટાગ્રામ, ગુગલ વે પેજ પર જે કૃતીઓ રજુ થતી તે રજુ કરેલ કૃતીનો છેતરપીંડી પુવર્ક ઉપયોગ કરી અને ખોટી પ્રસીધ્ધી મેળવવા ઉપયોગ કરેલ હોવાની કબુલાત કરતા પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

Next Story