Connect Gujarat
ગુજરાત

રાજકોટ : વરસાદની આગાહીના પગલે માર્કેટ યાર્ડમાં જણસોની ખરીદી કરાઇ બંધ

રાજકોટ : વરસાદની આગાહીના પગલે માર્કેટ યાર્ડમાં જણસોની ખરીદી કરાઇ બંધ
X

વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઇ છે

ત્યારે રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળી અને કપાસ સહિતની ખેતીની જણસોની ખરીદી હાલ

પુરતી અટકાવી દેવામાં આવી છે. બીજી તરફ હાર્દિક પટેલે પાક વીમાના મુદે સરકાર સામે

બાંયો ચઢાવી છે.

મહા વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રમાં ભારે થી અતિ ભારે

વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદમાં માર્કેટ યાર્ડમાં રાખવામાં આવેલી ખેત

પેદાશો પલળી ન જાય તે માટે માર્કેટ યાર્ડમાં હાલ પુરતી જણસોની ખરીદી બંધ કરાઇ છે.

વરસાદની આગાહી પગલે તકેદારી ના ભાગ રૂપે માર્કેટ યાર્ડમાં ખેડૂતોના પાક ને નુકશાન

ન થાય તે માટે આ પગલું ભરાયું છે. કપાસ અને મગફળી યાર્ડમાં ખુલ્લામાં ઊતારવામાં

આવતો હોવાથી તેને વરસાદમાં નુકશાન થવાની સંભાવના છે. તેથી ખેડૂતોને સૂચના આપવામાં આવી છે કે જ્યાં સુધી વાતાવરણ

શુધ્ધ ન થાય ત્યાં સુધી કપાસ અને મગફળીનો પાક ખેડૂતો યાર્ડમાં લઇ ને આવવું નહીં..

તો બીજી તરફ ભાજપની ભગિની સંસ્થા ભારતીય કિશાન સંઘના આગેવાન રમેશ પટેલ એ સરકાર પર

પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે ખેડૂતો ને પડ્યા પર પાટા ની સ્થિતિ સમયે

સરકાર ખેડૂતો ની વહારે આવવુ જોઇ અને યોગ્ય સહાય અપાવી તેમજ ખેડૂતોને થતી મુશ્કેલી

દૂર કરવી જોઈએ.

બીજી તરફ કોંગ્રેસના આગેવાન અને પાટીદાર અનામત

આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી સરકાર સામે મોરચો

ખોલ્યો છે. તેણે સરકારને સરકારને સાત દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.૭ દિવસ ની અંદર

ખેડૂતોને થયેલ સંપૂર્ણ પાક નુકશાન નો પાક વીમો આપવામાં નહીં આવે તો ગામડે ગામડે

ફરી ખેડૂતો ને સાથે રાખી ઉપવાસ આંદોલન , રેલી અને

પ્રતીક ઉપવાસની ચીમકી આપી છે.

Next Story