Connect Gujarat
ગુજરાત

રાજકોટ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમા આવેલ ઇન્ટ્રીકસ્ટ નામની કંપનીમાં લાગી આગ

રાજકોટ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમા આવેલ ઇન્ટ્રીકસ્ટ નામની કંપનીમાં લાગી આગ
X

રાજકોટના શાપર વેરાવળ ખાતે તા.૨૦મીની બપોરે ૨ કલાકની આસપાસ ઇન્ટ્રીકસ્ટ નામની કંપનીમાં એકાએક આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="48777,48778,48779,48780"]

ઘટનાની મળતી પ્રાથમિક વિગત અનુસાર રાજકોટના શાપર વેરાવળ ખાતે ઇન્ટ્રીકસ્ટ નામની કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા નાસભાગ મચી જવા પામી હતી. પ્રાથમિક ધોરણે આ આગ શોટ સર્કિટ ના કારણે લાગી હોવાનું અનુમાન કરાઇ રહ્યું છે. આગના પગલે કંપની કામદારોના જીવ પડિકે બંધાઇ જવા સાથે અફરાતફરી મચી જવા પામી હતી. જોકે રાજકોટ અને ગોંડલના ફાયર વિભાગને ઘટનાની જાણ કરાતા, તુરંત ધસી આવેલ ફાયર ફાઇટરો એ ૨ કલાકની જહેમત બાદ આ આગ પર કાબુ મેળવ્યો હોવાના એહવાલ સાંપડી રહ્યા છે. હાલ તો આગ કયા કારણોસર લાગી? તેમાં કેટલું નુકશાન થયું? તે તમામ વિગતો સામે આવી નથી પરંતુ સમગ્ર ધટનામાં કોઇ જાનહાની ન નોંધાતા સૌ એ હાશકારો અનુભવ્યો હતો.

Next Story