Connect Gujarat
ગુજરાત

રાજકોટ : સૌની યોજનાની પાઈપલાઈન જમીનમાંથી આવી બહાર, ખેડૂતોને વળતર ચુકવાવાના અપાયા આદેશ

રાજકોટ : સૌની યોજનાની પાઈપલાઈન જમીનમાંથી આવી બહાર, ખેડૂતોને વળતર ચુકવાવાના અપાયા આદેશ
X

રાજકોટ જિલ્લાના ત્રણ ગામોમાં સૌની યોજનાની પાઈપલાઈન જમીનમાંથી બહાર આવતા ખેડૂતોને વળતર ચુકવવા માટેના આદેશ આપવામાં આવ્યા છે.

સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના તમામ ડેમોમાં નર્મદાના નીર ઠાલવવામાં આવ્યા છે, ત્યારે રાજકોટ જિલ્લાના બે તાલુકાના ત્રણ ગામોમાં સૌની યોજનાની પાઈપલાઈન જમીનમાંથી બહાર નિકળ્યાની ઘટના સામે આવી છે. જોગાનું જોગ ત્રણ ગામોમાં ઘટના એક જ દિવસે બનવા પામી છે. 10તારીખના રોજ રાજકોટ શહેર અને જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવા પામ્યો હતો. જેના કારણે રાજકોટ તાલુકાનું ખોખડદળ ગામ અને લોધીકા તાલુકાના અભેપર અને ચિભડા ગામે સૌની યોજનાની પાઈપલાઈન જમીનમાંથી બહાર નિકળી આવી હતી. જેના કારણે 13 જેટલા ખેતરોને નુકશાન થવા પામ્યુ છે. ત્યારે આ મામલે સૌની યોજનાના અધિકારી દ્વારા કોન્ટ્રાકટરને નોટીસ પણ પાઠવી દેવામાં આવી છે. તો, સાથેજ 15 દિવસમાંકામગીરી પુર્ણ કરવા આદેશ પણ આપવામા આવ્યા છે. તેમજ જેટલા પણ ખેડૂતોને નુકશાન થયુ છે, તેમને વળતર ચૂકવવા પણ આદેશ આપી દેવામાં આવ્યા છે.

Next Story