Connect Gujarat
ગુજરાત

રાજકોટ : SOG દ્વારા રુા. 75000ની નકલી ચલણી નોટ સાથે શખ્સની કરી ધરપકડ

રાજકોટ : SOG દ્વારા રુા. 75000ની નકલી ચલણી નોટ સાથે શખ્સની કરી ધરપકડ
X

રાજકોટ એસઓજી દ્વારા નકલી ચલણી નોટ સાથે અરવિંદ નામના શખ્સની ધરપકડ કરવામા આવી છે. પોલીસે આરોપી પાસેથી રુપિયા 2 હજારના દરની 33જ્યારે રુપિયા 500ના દરની 12 અને રુપિયા 200ના દરની 15 નકલી ચલણી નોટ કબ્જે કરી છે. આમ, સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કુલ 75 હજારની ચલણી નોટ કબ્જે કરવામા આવી છે. પોલીસની પ્રાથમિક પુછપરછમા આરોપી અરવિંદે ભુતકાળમા જીનીંગ મિલના ધંધામા ખોટ જતા તેને પહોંચી વળવા શોટકર્ટ રસ્તો અપનાવ્યો હોવાનુ કબુલ્યુ છે. તો સાથે જ સૌ પ્રથમ માર્કેટમા રુપિયા 200ની નકલી ચલણી નોટ ફરતે કરી હતી. જેમા સફળતા મળતા રુપિયા 500 અને2000ના દરની ચલણી નોટ ફરતે કરવાનો હતો. તે પહેલાજ પોલીસને સચોટ બાતમી મળતા આરોપીની ધરપકડ કરવામા આવી છે. ત્યારે પોલીસે હાલ ચલણી નોટની સાથો સાથ પ્રિન્ટર પણ કબ્જે કર્યુ છે. ત્યારે પોલીસે હાલ આરોપીના રિમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથ ધરી છે.

Next Story