Connect Gujarat
ગુજરાત

રાજપારડી ચાર રસ્તાથી કબ્રસ્તાન સુધી ડિવાઇડર પર કટ ના અભાવે હાલાકી

રાજપારડી ચાર રસ્તાથી કબ્રસ્તાન સુધી ડિવાઇડર પર કટ ના અભાવે હાલાકી
X

અંકલેશ્વર થી રાજપીપલાનો માર્ગ ચાર માર્ગીય બન્યો છતા કેટલાક સ્થળોએ યોગ્ય આયોજનો નો અભાવ હોવાની વિગતો બહાર આવી છે. આ માર્ગ પર આવતુ રાજપારડી નગર ભરૂચ જિલ્લાનું એક અતિ મહત્વનું વેપારી મથક છે આ ધોરીમાર્ગ ચોવીસ કલાક વાહનોની રફતાર થી ધબકતો માર્ગ છે. રાજપારડી ના બજારો તેમજ ચાર રસ્તા વિસ્તાર સવારથી મોડી સાંજ સુધી જનતાની ચહલ પહલ થી ધબકતા રહે છે.

ઉલ્લેખનીય છેકે નિયમ પ્રમાણે ચાર માર્ગીય માર્ગ પર બન્ને તરફના માર્ગોની વચ્ચે ડિવાઇડર બનવવા ના હોય છે અને તેમાં વચ્ચે જરુરી સ્થળોએ તેની યોગ્યતા મુજબ કટ આપવાના હોય છે જેથી વાહન ચાલકો એક થી બીજી તરફ જવામાં મુશ્કેલી ન અનુભવે રાજપારડી ના ચાર રસ્તા થી રાજપીપલા રોડ પર આવેલ કબ્રસ્તાન સુધી વચમાં ડિવાઇડર પર કોઇ કટ નથી અપાયો પરિણામે વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે ઘણીવાર વાહન ચાલકો રોંગ સાઇડ નો ઉપયોગ કરતા પણ દેખાઇ રહ્યા છે.

કોઇ વાર જીવલેણ અકસ્માત થવાની દહેશત રહેલી છે નગરજનો ની વારંવારની મૌખિક રજુઆત છતાં કોઇ પરિણામ મળ્યુ નથી તેથી જનતા માં આ બાબતે રોષ ફેલાયો છે. તો તંત્ર આ બાબતે યોગ્ય કરવા ક્યારે આગળ આવશે ?એવા સવાલો જનતામાં ચર્ચાઇ રહ્યા છે. વચમાં મોટો કટ આપીને નગરજનો ની હાડમારી નિવારાય તે જરૂરી બન્યું છે. ત્યારે આ બાબતે તંત્ર જો અસરકારક ભુમિકા નહિ અપનાવે તો નગરજનો રાજ્ય સ્તરે રજુઆત કરશે એવી ચર્ચા પણ લોકમુખે ચર્ચાઇ રહી છે.

Next Story