Connect Gujarat
ગુજરાત

રાજપીપલા:ચડ્ડી બંડી ધરી ગેંગ નો આતંક, બે મકાનોને નિશાન બનાવી કરી લાખોની ચોરી

રાજપીપલા:ચડ્ડી બંડી ધરી ગેંગ નો આતંક, બે મકાનોને નિશાન બનાવી કરી લાખોની ચોરી
X

દિવાળી નો ત્યોહાર આવ્યો એટલે તસ્કરી ગેંગો સક્રિય થઇ ગઈ છે. તાજેતર માં નાંદોદ તાલુકાના વાડિયા ગામની રોયલ સન સીટી સોસાયટીમાં તસ્કરોએ આતંક મચાવ્યો અને મધ્યરાત્રીએ આવેલા 7 થી 8 ચોરો એ બે બંધ ઘરોને નિશાન બનાવ્યા અને રહીશો પર પથ્થર મારો કર્યો જયારે બીજી બાજુ એક ગેંગે રાજપીપલા કરજણ ઓવારા પાસે બનતા પૂલના મજૂરોને નિશાન બનાવી જેમની પાસેથી ઘરેણાં સહીત દોઢ લાખની લૂંટ ચલાવી આમ ત્રણ ઘટના થી રહીશો માં ફાફડાટ ફેલાયો છે.

શિયાળો અને દિવાળી આવે એટલે મીઠી નિડર માણતા રહીશો નો લાભ લેતા તસ્કરો સક્રિય બની જાય છે. હાલ રાજપીપલા માં ચડ્ડી બંડી ધરી ગેંગ શરીરે ઓઇલ લગાડી આવી કેળમાં પથ્થર બાંધી હાથમાં ધારદાર હથિયાર લઈને 8 થી 10 લોકોની ગેંગ ફરી રહી છે જે બંધ ઘરોને ટાર્ગેટ બનાવી રહી છે. ગત રાત્રીના રોયલ સન સીટી સોસાયટીમાં આ ચડ્ડી બંડી ધારી ગેંગે બે બંધ ઘરો ને શિકાર બનાવ્યા જેમાં ઘરના સોનાચાંદી દાગીના રોકડ રકમ સહીત લખો ની મત્તા ની ચોરી કરી લઇ ગયા.

બંધ ઘરો ને તોડવા નો ઈરાદો હતો પરંતુ એક એક જાગૃત રહીશ ને જાણ થતા સોસાયટીના લોકોને જગાડ્યા બાદમાં રહીશોએ બુમાબુમ કરતા ચોરો નાસી ગયા હતા અને પોલીસને જાણ પણ રહીશો દ્વારા કરવામાં આવતા રાત્રીના પોલીસ પણ દોડી આવી હતી. પોલીસ આવતા પહેલા મહિલાઓ બહાર નીકળતા તસ્કરોએ મહિલાઓ પર પથ્થર મારો પણ કર્યો હતો. જોકે સદનસીબે કોકને વાગ્યો નહિ બાકી માથું ફૂટી જાત પણ આ ઘટના એ સોસાયટીમાં ફાફડાટ ફેલાવી દીધો છે.

Next Story