Connect Gujarat
ગુજરાત

રાજપીપલા ખાતે “મહિલા સ્વચ્છતા જાગૃત્તિ દિવસ” ની કરાયેલી ઉજવણી

રાજપીપલા ખાતે “મહિલા સ્વચ્છતા જાગૃત્તિ દિવસ” ની કરાયેલી ઉજવણી
X

  • નર્મદા જિલ્લાંની ૧૧૯ મહિલા સરપંચોને સન્માનપત્ર એનાયત કરી કરાયેલું અભિવાદન
  • ગામના આગેવાન તરીકે સરપંચોએ સ્વચ્છતા લાવવાની જવાબદારી સ્વીકારવા જિલ્લાક ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ભાભોરની અપીલ.

નર્મદા જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની થઇ રહેલી ઉજવણીના ભાગરૂપે આજે નર્મદા જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લાલ ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.આર. ભાભોરની ઉપસ્થિતમાં મહિલા સ્વચ્છતા જાગૃત્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

નર્મદા જિલ્લા ની કુલ- ૨૨૧ ગ્રામ પંચાયતોમાંથી ૧૧૯ મહિલા ગ્રામ સરપંચની ઉપસ્થિતિમાં ભાભોરે જણાવ્યું હતું કે, ગ્રામિણ વિસ્તારમાં ૧૦૦ ટકા વસતી શૌચાલયનો ઉપયોગ કરે તે જરૂરી છે. નાના બાળકોને પણ સ્વચ્છતા અંગે જાણકારી મળી રહે તેવા હેતુસર આંગણવાડીથી જ સાબુથી હાથ ધોવાની ટેવ પાડવામાં આવી રહી છે. પ્રાથમિક-માધ્યમિક શાળા, આંગણવાડી વર્ગોમાં ફરજિયાત શૌચાલયનો ઉપયોગ કરવામાં આવે છે. ગામ સ્વચ્છ હશે ત્યાં બિમારીનું પ્રમાણ પણ નહિવત હોય છે. ગામના આગેવાન તરીકે સરપંચોએ સ્વચ્છતા અંગેની જાગૃતિ લાવવાની જવાબદારી સ્વીકારવા ભાભોરે અપીલ કરી હતી.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="59847,59848,59849,59850,59851,59852"]

ગ્રામિણ સ્વચ્છતા સર્વેક્ષણ અંગે પણ યુનિસેફની ટીમ ગામની મુલાકાતે આવનાર છે. તેઓ ગામમાં પાંચ જેટલા સ્થળની મુલાકાત લેશે. આ સમયે પણ ગામની સ્વચ્છતા જળવાઇ રહે તે જોવા ઉપસ્થિત મહિલા સરપંચોને ભાભોરે અનુરોધ કર્યો હતો.

૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર કૃપાલી પટેલે ૧૮૧ અભયમ્ દ્વારા મહિલા સુરક્ષા માટે મળતી મદદની વિસ્તૃત જાણકારી આપી હતી ૧૮૧ અભયમની એપ્લીનકેશન પણ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લોન્ચ કરી છે. આ એપ્લીવકેશનને એન્ડ્રોઇડ ફોનમાં ડાઉનલોડ કરી જરૂરી વિગતો ભરી મોબાઇલમાં રાખવાની હિમાયત કરતાં જણાવ્યું હતું કે જ્યારે ફોન કરવાની સ્થિતિ ન હોય તેવા સમયે એપ્લીનકેશનને ટચ કરવાથી પણ હેલ્પલાઇન દ્વારા મદદ મેળવી શકાય છે.

નર્મદા જિલ્લાને “ખુલ્લામાં શૌચાલય મુક્ત” નું મળેલુ બહુમાન જાળવી રાખવા બદલ જિલ્લાનની ૧૧૯ મહિલા સરપંચોને જિલ્લાડ ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આર. ભાભોરે સન્માનપત્ર એનાયત કરી અભિવાદન કર્યું હતું. જેમાં ગરૂડેશ્વર તાલુકાના ૨૧, તિલકવાડા તાલુકાના- ૨૧, નાંદોદ તાલુકાના- ૩૫, દેડીયાપાડા તાલુકાના- ૨૫ અને સાગબારા તાલુકાના ૧૭ મહિલા સરપંચો મળી જિલ્લાડની કુલ- ૧૧૯ મહિલા સરપંચોના સન્માનનો સમાવેશ થાય છે.

સ્વચ્છતાની સાથોસાથ કિશોરીઓના સગીર વયે લગ્ન, કુપોષણ, સગર્ભા માતાનું ૮૨ દિવસ સુધીમાં રજીસ્ટ્રેશન, રસીકરણ, બાળ અને માતા મૃત્યુ દરમાં ઘટાડો વગેરે બાબતોમાં પણ ગામના સરપંચ તરીકેની જવાબદારી સ્વીકારી ગામ સ્વચ્છ અને તંદુરસ્ત રહે તે અંગેની બાબતો વિશે મહિલા સરપંચો સાથે સીધો સંવાદ કરી ભાભોરે વિસ્તૃત માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ / કર્મચારીઓ, જિલ્લાુના મહિલા સરપંચો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

Next Story