Connect Gujarat
ગુજરાત

રાજપીપલા: FST, SST, VST અને VVT વગેરે જેવી ટીમોનાં તાલીમ વર્ગમાં માર્ગદર્શન પુરૂં પાડતાં જિલ્લા ચૂંટણી અધિકારી પટેલ

રાજપીપલા: FST, SST, VST અને VVT વગેરે જેવી ટીમોનાં તાલીમ વર્ગમાં માર્ગદર્શન પુરૂં પાડતાં જિલ્લા ચૂંટણી અધિકારી પટેલ
X

નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલે આજે લોકસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૯ અંતર્ગત આદર્શ આચાર સંહિતાના ચુસ્ત અમલીકરણ સાથે જિલ્લામાં કાર્યરત ફ્લાઇંગ સ્કોર્ડની કામગીરી વધુ અસરકારક અને પરિણામલક્ષી બની રહે તે માટે આજે ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે FST, SST, VST અને VVT ટીમોનાં અધિકારીઓ / કર્મચારીઓ માટે યોજાયેલા તાલીમ વર્ગમાં ખાસ માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી અને એક્ષ્પેન્ડીચર મોનીટરીંગ સેલનાં ચીફ કો.ઓર્ડિનેટર ડૉ.જીન્સી વિલીયમ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ, આદર્શ આચાર સંહિતાનાં અમલીકરણનાં જિલ્લાકક્ષાનાં નોડલ અધિકારી એલ.એમ. ડીંડોર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.આઇ. હળપતિ, નાયબ પોલીસ અધિક્ષક સી.એન. ચૌધરી સહિત ઉક્ત વિવિધ ટીમોનાં અધિકારી/કર્મચારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા તાલીમ વર્ગને સંબોધતાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આઇ.કે. પટેલે ભારતનાં ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણીઓનાં જાહેર થયેલા કાર્યક્રમો સાથે આદર્શ આચારસંહિતાનો જિલ્લામાં ચુસ્ત અમલ થાય તે માટે શરૂઆતથી જ જિલ્લામાં ૬ જેટલી FST ટીમો – ફ્લાઇંગ સ્કોર્ડ કાર્યરત કરાઇ છે. જ્યારે SST-૧૨ VST-૨, VVT-2 અને આસીસ્ટન્ટ એક્ષ્પેન્ડીચર ઓબ્ઝર્વર- ૨ ની ટૂકડીઓ ઉમેદવારી પત્રો ભરવા માટેનું જાહેરનામું પ્રસિધ્ધ થયાનાં આગલા દિવસથી કાર્યરત રહેશે. જરૂર પડ્યે આ ટીમોની સંખ્યામાં જરૂરિયાત મુજબનો વધારો કરાશે, તેમ પણ પટેલે ઉમેર્યું હતું.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="88078,88079,88080"]

જિલ્લા ચૂંટણી અધિકારી આઇ.કે. પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ફ્લાઇંગ સ્કોર્ડની મુખ્ય ભૂમિકા ચૂંટણી અંગેની આદર્શ આચાર સંહિતાના અમલ સાથે જો તેના ભંગ સંદર્ભે કે ખર્ચને લગતી ફરિયાદ રજૂ થયેથી તેની સત્વરે તપાસ હાથ ધરવા અને આવી ફરિયાદ મળ્યેથી ઓછામાં ઓછા સમયમાં તેને રીસ્પોન્સ મળે તે જોવાનું રહેશે. ફરિયાદ ન મળે તો પણ ફ્લાઇંગ સ્કોર્ડે તેમનાં વિસ્તારમાં ચાલતી ગતિવિધિઓ ઉપર ચાંપતી નજર સાથે પ્રોએક્ટીવ બનીને કામગીરી કરવાની રહેશે.

સ્ટેટેટીક સર્વેલન્સ ટીમ – સ્થાયી દેખરેખ ટૂકડી અને વિડીયો સર્વેલન્સ ટીમે ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ ખાસ કરીને ચૂંટણી પ્રચારલક્ષી જાહેરસભા, રેલી, રોડ-શો વગેરે જેવા કાર્યક્રમો દરમિયાન વિશેષ જવાબદારી નિભાવવાની રહેતી હોઇ, તે બાબતે પુરતી સજ્જતા કેળવવા અને જિલ્લા ચૂંટણીતંત્ર કે અન્ય વ્યક્તિ મારફતે મળેલી ફરિયાદોનો ૧૦૦ મીનીટમાં ઝડપથી નિકાલ-નિવારણ થાય તેની પણ ખાસ કાળજી રાખવા અને જે તે કામગીરી તટસ્થતાપૂર્વક નિષ્પક્ષતાથી અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની હાજરીમાં નિર્દિષ્ટ માર્ગદર્શિકા મુજબ જ વિડીયોગ્રાફીનાં દસ્તાવેજીકરણ સાથે અને સૌજન્યપૂર્વક થાય અને આ બાબતે કોઇને ફરિયાદ કરવાનો અવકાશ ન રહે તે જોવા પણ પટેલે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.

આઇ.કે. પટેલે જિલ્લામાં કાર્યરત આવી તમામ ટીમોને તેમની રોજબરોજની કરવાની થતી કામગીરી બાદ સમયસર અને નિયમિત રીતે તેનું રીપોર્ટીંગ જે તે કક્ષાએ થતું રહે તે જોવાની પણ ખાસ હિમાયત કરતાં ઉમેર્યું હતું કે, આ તમામ ટીમોનાં વાહનોમાં GPS સીસ્ટમ ગોઠવવામાં આવી છે, ત્યારે દરેક ટીમે તેમને ફાળવાયેલા વિસ્તારમાં જે તે કામગીરી સમયસર થાય તે જોવા અને જો કોઇ અન્ય ફરિયાદ મળ્યેથી સમયસર પહોંચી શકવાની સંભાવના ન હોય ત્યારે સંબંધિત અધિકારીઓને આ બાબતે ધ્યાન દોરીને જે તે મળેલી ફરિયાદ બાબતે અન્ય ટૂકડી દ્વારા સમયસર ઉક્ત કાર્યવાહી થાય તે માટે પણ પુરતી સજાગતા રાખવાની પણ તેમણે સમજ આપી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અને એક્ષ્પેન્ડીચર મોનીટરીંગ સેલનાં ચીફ કો-ઓર્ડિનેટર ડૉ. જીન્સી વિલીયમ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક અને આચારસંહિતાના જિલ્લાકક્ષાનાં નોડલ અધિકારી એલ.એમ. ડીંડોર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ. આઇ. હળપતિએ પણ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જરૂરી જાણકારી સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

Next Story