Connect Gujarat
ગુજરાત

રાજયના આ શહેરે અપાવ્યું હતું વલ્લભભાઇ પટેલને સરદારનું બિરૂદ

રાજયના આ શહેરે અપાવ્યું હતું વલ્લભભાઇ પટેલને સરદારનું બિરૂદ
X

આજે 31મી ઓક્ટોબર એટલે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ. લોહપુરુષ કહેવાતા અને અંખડ ભારતના પ્રણેતા એવા વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ ક્યાંથી અને કેવી રીતે મળ્યું તે જાણવા માટે નિહાળો કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ.

ભારતના પહેલા ગૃહપ્રધાન અને અખંડ ભારતની રચના કરનાર સરદાર વલ્લભભાઈ પટેલને સરદારની ઉપધિ સુરતના બારડોલી શહેરથી મળી હતી. બારડોલીમાં સ્થિત સ્વરાજ આશ્રમથી તેમણે બારડોલી સત્યાગ્રહની શરૂઆત કરી હતી. વાત છે, વર્ષ ૧૯૨૨ની. અંગ્રેજ સરકારે બારડોલી પ્રદેશના ખેડૂતોની જમીનનું મહેસુલ વધાર્યું.

બારડોલીના ખેડૂતોએ સાબરમતી આશ્રમે પહોંચી પોતાની સમસ્યાની ગાંધીજીને રજુઆત કરી, ત્યારે ગાંધીજીએ કહ્યું કે, આ સમસ્યાનું નિવારણ વલ્લભભાઈ પટેલ સારી રીતે કરી શકશે. ગાંધીજીએ ખેડૂતોની આ સમસ્યાનું નિવારણ લાવવા વલ્લભભાઈ પટેલને જણાવ્યુ. વલ્લભભાઈ પટેલે બારડોલીની ભૂમિને સત્યાગ્રહ માટે પસંદ કરી હતી. વર્ષ ૧૯૨૨માં વલ્લભભાઈ બારડોલી આવ્યા અને તેમણે ત્યાં સ્વરાજ આશ્રમની શરૂઆત કરી. સરભોણ, વેડછી, મઢી, સઠવાવ વગેરે જેવા સ્થળો પર સ્વરાજ આશ્રમની સ્થાપના કરી. આ આશ્રમોમાં વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓની શરૂઆત થઈ. ઘરે ઘરે ચરખા ચાલુ થયા, નવી તાલીમ, બુનિયાદી શિક્ષણ માટે વિદ્યાલય શરૂ થયા. આ સાથે ત્યાંના ખેડૂતોએ વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ જોરદાર અહિંસક લડાઈની શરૂઆત પણ કરી હતી.

અહિંસક લડાઈ દ્વારા વલ્લભભાઈ પટેલે અંગ્રેજ સરકાર દ્વારા વધારેલો મહેસુલ રદ્દ કરાવ્યો. આ આંદોલન બારડોલી સત્યાગ્રહ તરીકે જાણીતો બન્યો. વલ્લભભાઈ પટેલની આ અહિંસક લડાઈ અને પ્રબળ નેતૃત્વથી પ્રભાવિત થયેલ ખેડૂતોએ વલ્લભભાઈ પટેલને "સરદાર" તરીકે બોલાવ્યા, આમ વલ્લભભાઈ પટેલ "સરદાર વલ્લભભાઈ પટેલ" તરીકે ઓળખાયા. ૧૯૩૧માં પ્રથમ વાર બાપુ બરડોલી સ્વરાજ આશ્રમમાં આવી રહ્યા હતાં.૯૪૧ સુધી નિયમિત ગાંધીજીની અવર જવર આ આશ્રમમાં રહી. ગાંધીજી જે ઓરડામાં રહેતા હતા, જે હિંચકા પણ સરદાર સાથે બેસતા હતા, તે આજે પણ હયાત છે. આ ઐતિહાસિક આશ્રમને જોવા દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે.

Next Story