Connect Gujarat
ગુજરાત

રાજયમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજયમાં મગફળી ટેકાના ભાવે આજથી ખરીદી કરવાની કારાઇ શરૂઆત

રાજયમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજયમાં મગફળી ટેકાના ભાવે આજથી ખરીદી કરવાની કારાઇ શરૂઆત
X

ખેડૂતોએ આ ખરીદી કેન્દ્રમાં વ્યવસ્થા સંભાળતા અધિકારીઓની ગફલત સામે બળાપો કાઢ્યો

મગફળીના ભાવો નીચા જતા કેન્દ્ર સરકાર દ્વારા રાજયમાં મગફળી ટેકાના ભાવે આજથી ખરીદી કરવાની શરૂઆત શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા સહીત રાજયના ૫૮ સેન્ટરો પરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઇ છે. ટેકાના ભાવથી મગફળીની ખરીદી શરૂ પ્રતિમણ દીઠ રૂ.૧૦૦૦ નો ભાવ જાહેર કરાયો છે.

બનાસકાંઠાનાં ડીસા માર્કેટયાર્ડમાં આજે જીપ-ટ્રેક્ટર લઈ વહેલી સવારે પાંચ વાગ્યાથી ખેડૂતો ટેકા ભાવે મગફળી વેચવા આવ્યા છે. સરકારનાં ટેકા ભાવથી રાહત મળશે તેવી આશ પણ હાલ તો ખેડૂતોમાં બંધાઈ છે. અહી મોટાભાગના ખેડૂતોએ પોતાના ખેતરમાંથી મગફળી યાર્ડોમાં ઓછા ભાવે મજબુરીમાં વેચી છે. હવે જે લોકો ટેકા ભાવથી ધીરજ ધરી બેઠા હતા. તેઓ અહી આજથી મગફળી વેચવા આવી રહ્યા છે.

ખેડૂતોના જણાવ્યા અનુસાર આજે ડીસા મગફળી ખરીદ કેન્દ્ર પર વહેલી સવારથી જ ખેડૂતો પોતાની મગફળી વેચવા પહોચ્યા હતા. અહી અગાઉ નોધણીમાં પણ વિવાદ થયેલો છે. ત્યારે આજે સવારે પાંચ વાગ્યાથી કેટલાક ખેડૂતો ચા પાણી કર્યા વિનાજ ઠુંઠવાતા બેઠા હતા.જોકે નવાઈ વચ્ચે અહી વેચાણ કેન્દ્ર પર સવારના ૧૦ વાગ્યા સુધી કોઈ અધિકારી દેખાયા નહિ. જેથી ખેડૂતોએ આ ખરીદી કેન્દ્રમાં વ્યવસ્થા સંભાળતા અધિકારીઓની ગફલત સામે બળાપો કાઢ્યો હતો.

નોંધનીય છે કે, અહી વિસ્તરણ અધિકારી અને એફસીઆઈ ગોદામ મેનેજર ખરીદી કેન્દ્રોની વ્યવસ્થા સભાળે છે. જેઓએ દોષનો ટોપલો બારદાન પહોચાડતા કોન્ટ્રાકટર પર ઢોળ્યો હતો અને ખરીદીકેન્દ્ર પર બારદાન પહોંચ્યા નથી. ગાડી રસ્તામાં છે કલાકમાં બારદાન આવતા ખરીદી શરૂ કરાશે તેવો લૂલો બચાવ રજુ કર્યો હતો.

Next Story