Connect Gujarat
સમાચાર

રાજસ્થાનની ઓળખ સમી દાલબાટી

રાજસ્થાનની ઓળખ સમી દાલબાટી
X

દાલબાટી રાજસ્થાનની પરંપરાગત વાનગી છે. તે રાજસ્થાન સિવાય મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં પણ જાણીતી છે.

દાલબાટી બનાવવાની રીત

બાટી બનાવવાની સામગ્રી

ઘઉંનો કરકરો લોટ – 400 ગ્રામ

સોજી – 100 ગ્રામ

ઘી -100 ગ્રામ

અજમો – નાની અડધી ચમચી

બેકિંગ સોડા – નાની અડધી ચમચી

મીઠું – સ્વાદાનુસાર

ઘઉંનો કરકરો લોટ અને સોજીને મિક્સ કરી તેમાં મીઠું, અજમો, બેકિંગ પાવડર અને 3 ચમચી ઘી નાંખવું. બરાબર મિક્સ કરીને હુંફાળા પાણીથી થોડો કઠણ લોટ બાંધવો. કણકને 20 મિનિટ સુધી બાંધીને રાખવો. લોટ ફુલીને સેટ થઇ જાય પછી તેમાંથી નાના ગોળા બનાવી લેવા.

બાટીને ત્રણ રીતે બનાવી શકાય છે

તૈયાર કરેલા ગોળાને બરાબર ઉકળતા પાણીમાં નાંખી થોડીવાર પછી કાઢીને ઓવનમાં કે તંદુરમાં શેકી લેવા. અથવા પાણીમાં ઉકાળ્યા વગર ઓવન કે તંદુરમાં ફેરવી ફેરવીને શેકવા. ગોળાને તેલમાં તળીને પણ બાટી બનાવી શકાય છે.

દાળ બનાવવા માટેની સામગ્રી

અડદની દાળ – 100 ગ્રામ

મગની દાળ – 50 ગ્રામ

ચણાની દાળ – 50 ગ્રામ

ઘી – 2 ચમચી

હીંગ – ચપટી

જીરું – 1 નાની ચમચી

હળદર – નાની અડધી ચમચી

ધાણાજીરું – એક નાની ચમચી

લાલ મરચું – નાની અડધી ચમચી

ટામેટા – 2 કે 3

લીલા મરચાં – 1 કે 2

આદુ – 2 ઇંચ લાંબો ટુકડો

ગરમ મસાલો – જરૂર મુજબ

લીલા ધાણા – એક વાટકી

મીઠું – સ્વાદાનુસાર

8a1f3af6-e9c6-4c79-8d14-134e4b52162a

દાળ બનાવવાની રીત

બધી દાળને ધોઇને એક કલાક પહેલાં પાણીમાં પલાળવી. બધી દાળ કુકરમાં નાંખી મીઠું સ્વાદ અનુસાર ઉમેરીને ચઢવા દેવું. કઢાઇમાં 2 ચમચી ઘી ગરમ કરી હીંગ અને જીરું સાંતળવું. જીરું સાંતળ્યા બાદ હળદર અને ધાણાજીરું નાંખવું. ત્યારબાદ તેમાં સમારેલા ટામેટાં, સમારેલું આદુ નાંખવુ. મસાલાને બરાબર સાંતળવું. આ બધો જ મસાલો દાળમાં મિક્સ કરી તેમાં એક કપ પાણી નાંખી ઉકળવા દેવું. ત્યારબાદ તેમાં ગરમ મસાલો અને ઝીણા સમારેલા લીલા ધાણા નાંખી ગેસ બંધ કરવો. દાળબાટી તૈયાર છે.

દાલબાટીની એક ડિશમાં રહેલા પોષકતત્વો

- દાળબાટીમાંથી 258 કેલરી મળે છે.

- તેમાંથી ટોટલ 11.6 ગ્રામ ફેટ મળે છે.

- તેમાં 425 mg સોડિયમ રહેલું છે.

- કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ 30 ગ્રામ હોય છે.

- પ્રોટીનનું પ્રમાણ 9 ગ્રામ હોય છે.

- દાલબાટીમાં 20% વિટામીન એ, 18% વિટામીન સી રહેલા હોય છે.

- 9% કેલ્શિયમ અને 24% આયર્ન જેવા મિનરલ્સ પણ રહેલા હોય છે.

Next Story