Connect Gujarat
દેશ

રાજસ્થાનમાં ગૌરક્ષાના નામ પર સરકારી અધિકારીને મારમાર્યો

રાજસ્થાનમાં ગૌરક્ષાના નામ પર સરકારી અધિકારીને મારમાર્યો
X

રાજસ્થાનમાં ફરી એક વાર ગૌરક્ષકોએ ગાય લઈને જતી ટ્રકને રોકી હંગામો કર્યો હતો, આ ગાયોને તમિલનાડુ પશુપાલન વિભાગ ટીમ લઈ જતી હોવાનું જાણવા મળ્યુ છે.

રવિવારના રોજ બાડમેર શહેર પાસે નેશનલ હાઇવે નંબર 15 પર કથિત ગૌરક્ષકોએ હંગામો કરી હાઇવે પર પાંચ ટ્રકને રોકી ટ્રક ચાલકોને મારમાર્યો હતો. ટ્રક ડ્રાઈવરે તેમને રોકી સમજાવવાની કોશિશ કરી હતી પણ હિંસા પર ઉતરેલી ભીડે તેમની કઈ પણ વાત સાંભળી ન હતી.

જાણકારી મળી હતી કે તમિલનાડુ સરકાર નેશનલ એગ્રિકલચર ડેવલપમેન્ટ પ્રોગામ (NADT) ચલાવે છે, આ માટે સરકારે પશુપાલન વિભાગ રાજસ્થાનમાં થરપારકર થી ૫૦ ગાય અને ૩૦ નાના વાછડા ખરીદીને લઇ જતા હતા, ત્યારબાદ રવિવારના રોજ તેમને તમિલનાડુ લઈ જવામાં આવી રહ્યા હતા. અને સાથે પશુપાલન વિભાગના અધિકારી પણ હતા. તે દરમિયાન બાડમેરમાં ગૌરક્ષો ટ્રકને ઉભી રખાવીને તેમની પર પણ હુમલો કર્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ ત્યાં આવી પહોંચી હતી.

આ ઘટનામાં પોલીસ દ્રારા 15 લોકો પર કેસ દર્જ કરવામાં આવ્યો છે અને પોલીસે 7 લોકોની ધરપકડ કરી હતી, જાણકારી મળી હતી કે થરપારકર ગાય આખા દેશમાં મશહૂર છે, આ ગાય ઉચ્ચ ગુણવતા થી સાથે વધારે દૂધ આપવા માટે જાણીતી છે.

Next Story