Connect Gujarat
દેશ

રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલ થયું સસ્તું : વસુંધરાની ખાસ જાહેરાત 

રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલ થયું સસ્તું : વસુંધરાની ખાસ જાહેરાત 
X

રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ લીટરે લગભગ અઢી રૂપિયા જેટલાં સસ્તાં થયાં

રાજસ્થાનની પ્રજાને કોંગ્રેસ પ્રેરિત ભારત બંધનું એલાન તથા આવી રહેલી વિધાનસભા ચૂંટણીઓ બંને ફળ્યાં છે. રાજ્યની ભાજપ સરકારે પેટ્રોલ અને ડીઝલ પરનો રાજ્ય સરકારનો વેટ ઘટાડવાની જાહેરાત કરતાં રવિવારની મધરાતથી જ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ લીટરે લગભગ અઢી રૂપિયા જેટલાં સસ્તાં થયાં છે.

રાજ્યનાં મુખ્યમંત્રી વસુંધરા રાજેએ એક કાર્યક્રમમાં પેટ્રોલ પરનો વેટ 30 ટકાથી ઘટાડીને 26 ટકા તથા ડીઝલ પરનો વેટ 22 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાની જાહેરાત કરી હતી. તેના કારણે રાજ્ય સરકારની તિજોરી પર બે હજાર કરોડ રૂપિયાનો બોજ વધશે. પરંતુ, પ્રજાને લીટર દીઠ અઢી રૂપિયા જેટલો ફાયદો થશે.

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીનાં પડઘમ વાગી ચૂક્યાં છે. આવા સમયે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો સામે પ્રજાના આક્રોશની અસર મતદાન પર ના પડે તે માટે ભાજપ સરકારે રાતોરાત આ નિર્ણય કર્યો છે. કોંગ્રેસે સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાના વિરોધમાં ભારત બંધનું એલાન આપ્યું છે.

રાજસ્થાનમાં સત્તા પર પાછા ફરવાનાં ખ્વાબ સેવતી કોંગ્રેસ પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાને ચૂંટણીલક્ષી મુદ્દો બનાવવામાં આ બંધના બહાને સફળ ના થઇ જાય તે માટે વસુંધરા સરકારે તત્કાળ નિર્ણય કરી રવિવાર મધરાતથી જ આ ઘટાડો અમલી બનાવવાની જાહેરાત કરી છે.

Next Story