Connect Gujarat
દેશ

રાજસ્થાન : નાગોરના લાડનું શહેરમાં પાણી બાબતે થઈ પથ્થરબાજી,ચાર લોકો થયા ઈજાગ્રસ્ત

રાજસ્થાન : નાગોરના લાડનું શહેરમાં પાણી બાબતે થઈ પથ્થરબાજી,ચાર લોકો થયા ઈજાગ્રસ્ત
X

લાડનું શહેરમાં પાણીની સમસ્યા એ હદે વધી છે કે હવે લોકો પાણી માટે પરસ્પર ઝઘડા અને મારામારી પર ઉતરી આવ્યા છે,ઉલ્લેખનીય છે કે હાલ રમજાન મહિનો ચાલતો હોય તંત્ર દ્વારા એવા વિસ્તાર જ્યાં પાણીની સમસ્યા હોય ત્યાં ટેન્કર દ્વારા પાણી અપાઈ રહ્યું છે. પરંતુ આજ તેંકારો હવે જઘડાનું કારણ બન્યા છે અને ટેંકરો ઉપર ઝઘડાઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ત્યારે લાડનું શહેરના તેલી રોડ પર પાણી વિભાગ દ્વારા પાણીનું ટેન્કર મોકલવામાં આવ્યું હતું. જ્યાં પાણી ભરવા બાબતે પરસ્પર ઝઘડો થઈ ગયો હતો. જેમાં વાત મારામારી સુધી પોહચી ગઈ હતી. જેમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

જેમને ત્યાની રાજકીય હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ,સમગ્ર ઘટના પર નજર કરીએતો લાડનું શહેરના તેલી રોડ પર ગલી નંબર 20 પર સાંજે 5 વાગ્યે પાણીનું ટેન્કર પોહોચ્યું જ્યાં પાણી ભરવામાટે લાઇન લગાવવામાં આવી પરંતુ ત્યાં એકજ પરિવારના ઘણા સભ્યો પાણી ભરવા વાસણ લઈને ઊભા થઈ ગયા એ વાત નો વિરોધ બીજા પરિવાર દ્વારા કરવામાં આવ્યો અને વાત ત્યાં એવી વણસી કે મારામારી થઈ હતી. જે

માં એક પક્ષ ના મો.રફીક ઉ.વ.32 પુત્ર કાળું બોપારી,મો.નોશાદ ઉ.વ.40, પુત્ર અબ્દુલ મજીદ બોપારી અને શબનમ (પુત્રી ) ઉ.વ.40,મો.યુનુષ બોપારી,તથા બીજા પક્ષ ના કકી ઉ.વ.18 પુત્રી અસલમ બોપારી ઇજાગ્રસ્ત થયા હતા જેમને રાજકીય હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં સ્થાનિક પોલીસ દ્વારા ગુન્હો નોંધી વધુ તપસ હાથ ધરી છે.

Next Story