Connect Gujarat
ગુજરાત

રાજ્યના પરિવહન મંત્રીના શહેરમાં જ આરટીઓ ભવન જોઇ રહ્યું છે ઉદઘાટનની રાહ

રાજ્યના પરિવહન મંત્રીના શહેરમાં જ આરટીઓ ભવન જોઇ રહ્યું છે ઉદઘાટનની રાહ
X

જામનગરમાં નવું આરટીઓ ભવન ઉદ્ઘાટનના વાંકે આઠ આઠ

મહિનાથી બંધ હાલતમાં પડ્યું છે વાહન વ્યવહાર પ્રધાન જામનગર ના હોવા છ્ત કરોડો

રૂપિયા ના ખર્ચે બનેલું આરટીઓ ભવનના ઉદઘાટન માટે મુહુર્ત મળતું ન હોવાનું લોકોમાં

ચર્ચાઇ રહયું છે.

જામનગરના ધારાસભ્ય અને

રાજયના વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુના શહેર જામનગર માં કરોડો રૂપિયાના ખર્ચે

નવું બનેલું આરટીઓ ભવન આઠ મહિનાથી ઉદઘાટનની રાહ જોઈ રહ્યું છે. જામનગર લાલ

બંગલામાં તળાવની પાળ પરના રોડ સરકાર દ્વારા આરટીઓ કચેરીનું નિર્માણ કરી દેવાયું

હતું.બાદમાં મોડી મોડી જાગેલી જામનગર મહાનગર પાલિકાએ આરટીઓ કચેરી દૂર કરવા

પત્ર લખ્યો હતો. મહા નગરપાલિકાના પત્ર બાદ નવા આરટીઓ ભવનનું નિર્માણ શહેરના

એરપોર્ટ નજીક કરોડો રૂપિયાના ખર્ચ કરી દેવામાં આવ્યું છે. અંદાજે આઠ મહિના થવા

આવ્યા પણ કોઈ કારણો સર નવા આરટીઓ ભવન નું ઉદ્ઘાટન થઇ શકયું નથી. સ્થાનિકો નું પણ એવું

કહેવું છે કે શહેર થી 6 કિલોમીટર દૂર ટેસ્ટ ડ્રાઇવિંગ માટેની વિશાળ જગ્યા સાથે બનાવવામાં આવેલું

નવું આરટીઓ ભવન સુધી પહોંચવા માટે શહેર થી ઘણું દૂર છે અને નાના કામ માટે ત્યાં

સુધી નો ધક્કો ખાવો પણ મુશ્કેલ છે.

Next Story