Connect Gujarat
ગુજરાત

રાજ્યપાલ ઓ.પી.કોહલી દ્વારા નવરચના સુવર્ણ જયંતીનો પ્રારંભ

રાજ્યપાલ ઓ.પી.કોહલી દ્વારા નવરચના સુવર્ણ જયંતીનો પ્રારંભ
X

વડોદરાની નવરચના શાળાના સુવર્ણ જયંતિ મહોત્સવનો ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો હતો.

વડોદરા ખાતેની નવરચના શાળાને પાંચ દાયકા પુરા થતા સુવર્ણ જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં રાજ્યપાલ કોહલીએ શાળાને સ્વામી વિવેકાનંદ ની મેન મેકિંગની વિચારધરાને ચરિતાર્થ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.તેમજ શાળાના પાંચ દાયકાના ઇતિહાસની ઝાંખી કરાવતા કોફી ટેબલનું પણ વિમોચન કર્યું હતુ.

[gallery type="slideshow" size="full" ids="17857,17855,17856,17858,17859,17860,17861,17862,17863,17864"]

વધુમાં એક શ્રેષ્ઠ શાળાના તમામ માપદંડોમાં ખરી ઉતરવા તેમજ ઉચ્ચ શિક્ષણ સાથે સમાજને એક સક્ષમ નાગરિક આપવા બદલ શાળાને અભિનંદન પાઠવ્યા હતા.આ સાથે શાળાના દીર્ઘદ્રષ્ટિવાન સ્થાપક સ્વ. સવિતાબેન અમીનને ભાવાંજલિ પણ અર્પી હતી.

આ પ્રસંગે નવરચના એજ્યુકેશન સોસાયટીના ચેરમેન તેજલ અમીન, ડિજિટલ વોલેટ ટેક્નોલોજીના વૈશ્વિક પ્રણેતા અને શાળાના પૂર્વ વિદ્યાર્થી મેહુલ દેસાઈ, શહેરના મેયર ભરત ડાંગર, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય જીતુભાઇ સુખડીયા, તથા ટ્રસ્ટીઓ, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story