Connect Gujarat
સમાચાર

રાજ્યમાં કોરોના વાયરસના વધુ 135 નવા કેસ નોંધાયા, સંક્રમિત દર્દીની સંખ્યા 2407 પર પહોંચી.

રાજ્યમાં કોરોના વાયરસના વધુ 135 નવા કેસ નોંધાયા, સંક્રમિત દર્દીની સંખ્યા 2407 પર પહોંચી.
X

રાજ્યમાં આજે કોરોના વાયરસના વધુ 135 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા 2407એ પહોંચી ગઈ છે. જ્યારે વધુ 8 લોકોએ કોરોના વાયરસથી જીવ ગુમાવ્યો છે. આજે 35 દર્દીઓ સ્વસ્થ થયા છે. સ્વાસ્થ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવીએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી.

રાજ્યમાં કોરોના વાયરસના આજે નવા 135 કેસ આવ્યા છે. તેમાંથી 67 કેસ અમદાવાદમાં, સુરત-51, વડોદરા-1, મહીસાગર-9, છોટાઉદેપુર- 04, બનાસકાંઠા-1, આણંદ-2 કેસ આવ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં જે 2407

કેસ નોંધાયા છે, જેમાંથી 13 વેન્ટિલેટર પર છે જ્યારે 2112 સ્ટેબલ છે. કુલ 179 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 103એ પહોંચ્યો છે.

Next Story