Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં પહેલી વાર અમદાવાદ ફેમિલી કોર્ટે ભરણપોષણ ભરવામાં ઠાગાઠૈયા કરનારા પતિઓ સામે જેલ વોરંટ ઇશ્યૂ

રાજ્યમાં પહેલી વાર અમદાવાદ ફેમિલી કોર્ટે ભરણપોષણ ભરવામાં ઠાગાઠૈયા કરનારા પતિઓ સામે જેલ વોરંટ ઇશ્યૂ
X

જેટલા દિવસનું ભરણપોષણ બાકી, તેટલા દિવસની જેલ નવા પ્રયોગથી ફેમિલી કોર્ટમાં અરજીઓનું ભારણ ઘટ્યું

ફેમિલિ કોર્ટે ભરણપોષણનો હુકમ કર્યો હોવા છતાં તે ન ભરનારા પતિઓ સામે ફેમિલી કોર્ટે સખત વલણ અપનાવ્યું છે. રાજ્યમાં પહેલી વાર ફેમિલી કોર્ટના જજ દ્વારા જેટલા દિવસનું ભરણપોષણ બાકી તેટલા દિવસની સજાની જોગવાઈ કરી તેઓ પકડાય ત્યારથી જેલમાં મોકલવાનો હુકમ કરતો ઓપન વોરંટ ઇશ્યૂ કરવાનું શરૂ કરાયું છે.

ફેમિલી કોર્ટમાં ભરણપોષણ ન ભરનારા લોકોને ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજ પરીખે સપ્ટેમ્બર ૨૦૧૭થી ૧ મહિનાના ચઢેલા ભરણપોષણ સામે 1 મહિનાનો સીધો જેલનો ઓર્ડર કરવાનું શરૂ કર્યું છે.

કોર્ટમાં ભરણપોષણ ન ભરનારા સામે જેલની સજાનો હુકમ આપવાનું શરૂ કરાયું છે. સામાન્ય રીતે ભરણપોષણ ન આપનારને પહેલા ૧ મહિનાના ભરણપોષણ સામે ૫ થી ૧૦ દિવસ જેલનો હુકમ થતો હતો તથા જે પતિ ભરણપોષણ ભરતો નહોતો તેની સામે વોરંટ ઇસ્યૂ થતું નહોતું. પ્રિન્સિપાલ જજના અવલોકન મુજબ, ૧૨૫ (ભરણપોષણ)નો અર્થ એ છે કે જાણ હોવા છતાં કેટલાક પતિ ભરણપોષણ ભરતા નથી. આનાથી કોર્ટમાં કેસોનું ભારણ વધે છે. આમ જેટલા દિવસનું ભરણપોષણ બાકી હોય તેટલા દિવસની જેલનો ઓર્ડર કરવાનું શરૂ કરાયું છે, જેથી રિકવરી અરજીનું ભારણ ઘટ્યું છે.

Next Story