Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં ફી નિયમન માટે ACB કામે લાગશે, વાલીની ફરિયાદના આધારે થશે કેસ

રાજ્યમાં ફી નિયમન માટે ACB કામે લાગશે, વાલીની ફરિયાદના આધારે થશે કેસ
X

વાલીઓ એસીબીની ટોલ ફ્રી નંબર પર ફોન કરીને ઉંચી ફી લેનાર શાળા-કોલેજ સામે ફરિયાદ કરી શકશે

ગુજરાતમાં ખાસ કરીને શાળાઓમાં ઉંચી ફી ઉઘરાવી વાલીઓ પાસેથી સંચાલકો દ્વારા નાણા ઉઘરાવવામાં આવે છે. બીજી તરફ ફી મુદ્દે આંદોલનો પણ ચાલી રહ્યા છે. આવા સંજોગોમાં હવે ગઈકાલથી શરૂ થયેલા શૈક્ષણિક સત્ર બાદ વધુ ફી લેનારી શાળા- કોલેજો સામે કાર્યવાહી કરવા માટે હવે સરકારે એસીબીને મેદાનમાં ઉતારી છે.

આ પણ વાંચો: સ્વૈચ્છિક સંસ્થાઓનો આદિવાસી વિસ્તારના વિકાસમાં સિંહફાળો- સંદિપ માંગરોલા

ગુજરાતમાં પ્રથમ વખત ડોનેશનના નામે ઊંચી ફી વસૂલતી શાળા અને કોલેજો સામે વાલીઓ ACBમાં ફરિયાદ નોંધાવી શકે તેવી જોગવાઈ કરવામાં આવી છે. વાલીઓની ફરીયાદનાં આધારે એસીબી ભ્રષ્ટાચારી શાળા-કોલેજો સામે કેસ કરી શકશે. વાલીઓ ટોલ ફ્રી નંબર 1064 અને વોટ્સએફ નંબર - 9099911055 પર ફરિયાદ કરી શકશે.

સરકારે ફી નિયમન મુદ્દે આદેશ કર્યો હોવા છતાં કેટલીક શાળા-કોલેજો પોતાની મનમાની ચલાવી રહી છે. અને ફી ઘટાડવાનું નામ નથી લેતા અને તેઓ ડોનેશનના નામે ઊંચી ફી વસૂલી ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રથમ વખત ACBની મદદ લેવામાં આવે છે. ખાસ કરીને વાલીઓની ફરિયાદને આધારે ACB જે-તે શાળા-કોલેજ સામે કેસ કરી કાર્યવાહી હાથ ધરશે. શૈક્ષણિક ક્ષેત્રે ઉઘાડી લૂંટ અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Next Story