Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યમાં  ભારે થી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
X

રાજ્યમાં વિરામ લીધા બાદ મેઘરાજાની નવી ઇનિંગ શરુ થઇ છે, અને આગામી ત્રણ દિવસમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે.

મેઘરાજાએ વિરામ લીધા બાદ બફારા યુક્ત વાતાવરણની અસર સામે થોડીક રાહત મળે અને વાતાવરણમાં ઠંડક વર્તાય તે અંગેની લોકો પ્રાર્થના કરી રહ્યા હતા. અને શ્રાવણ માસ પૂર્ણતાને આરે છે ત્યારે વરસાદે ધીમે પગલે પુનઃ આગમ કર્યુ છે.

રાજ્યના મોટા ભાગમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, અને હવામાન ખાતાએ પણ 21 થી 23 ઓગષ્ટ દરમિયાન રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. જેના કારણે વહીવટી તંત્રને પણ એલર્ટ રહેવા માટે સુચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.

Next Story