Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં મહિલાઓની સુરક્ષાને લઈને સરકાર ગંભીરઃ પ્રદિપસિંહ જાડેજા

રાજ્યમાં મહિલાઓની સુરક્ષાને લઈને સરકાર ગંભીરઃ પ્રદિપસિંહ જાડેજા
X

રાજ્યમાં નાગરિકોની સેવા-સુરક્ષા કરવી એ પોલીસ વિભાગનું મુખ્ય ધ્યેય છે. ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા અનેક નવતર પ્રયોગો પણ કરવામાં આવી રહ્યા છે. પોલીસ વિભાગને પબ્લિકનો મિત્ર બનાવવા જેમાં ખાસ કરીને મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને પોલીસની લોકોમાં પ્રવર્તતી પ્રતિકૂળ છાપને ભૂંસવા માટે સંવેદનશીલ અભિગમ દાખવવામાં આવી રહ્યો છે.

રાજ્યસરકારનાં આ અભિગમની માહિતી આપતાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પોલીસ વિભાગ દ્વારા નાગરિકો સાથે સૌજન્યપૂર્ણ વ્યવહારો કરવામાં આવે તે માટે એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. જેમાં ખાસ કરીને મહિલાઓની માનહાની ન થાય અને તેમનું સ્વમાન જળવાઈ રહે તે માટે ભાષા પ્રયોગો વિનમ્રતાપૂર્વક કરવામાં આવે તે હેતૂથી અલગ મોડેલ બનાવવામાં આવી રહ્યું છે. જેની અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે.

વધુમાં પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે ખુદ મુખ્યમંત્રીએ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અને જેના ભાગ રૂપે મહિલાઓની મદદ માટે અભયમ હેલ્પલાઈન 181 પણ કાર્યરત છે. તેને વધુ સુદ્રઝ બનાવી મહિલાઓે વધુ જાગૃત કરવામાં આવી સહિયારો પ્રયાસ હાથ ધરવામાં આવશે. અભયમ દ્વાર મહિલાઓને મળતી મદદની જામકારી વધુને વધુ મહિલાઓ સુધી પહોંચાડી આ સેવાના મહત્તમ ઉપયોગ માટે સ્થાનિક કક્ષાએ જાગૃતિ કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવશે. જિલ્લા - તાલુકા મથકોએ મહિલાઓને તેમનાં હક અંગે વાકેફ કરવા જાગૃતિનાં કાર્યક્રમો પણ યોજાશે.

Next Story