Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં સમય કરતા વહેલા વરસાદનું ધમાકેદાર આગમન

રાજ્યમાં સમય કરતા વહેલા વરસાદનું ધમાકેદાર આગમન
X

રાજ્યમાં શુક્રવારની મોડી રાત્રીબાદ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્યગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદે રમઝટ બોલાવી હતી.

દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ, દાદરા નગર હવેલી, ધરમપુર, સુરત સહિતના વિસ્તારોમાં રાત્રી દરમિયાન મેઘરાજાએ આક્રમક બેટિંગ કરી હતી, અને સુરત શહેરના ગરનાળા સહિત શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણીએ જમાવટ કરતા જનજીવનને તેની અસર પડી હતી.

જાણવા મળ્યા મુજબ ગુજરાતમાં સમયસર આમતો 15 થી 16 જૂન બાદ જ ચોમાસાની શરૂઆત થાય છે, પરંતુ એક સપ્તાહનો હજી સત્તાવાર વરસાદી મોસમનો સમય બાકી છે.ત્યારે રાજ્યમાં બદલાયેલા મોસમને પગલે ભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Next Story