Connect Gujarat
દેશ

રાજ્યસભામાં કાશ્મીર મુદ્દે જોરદાર ચર્ચા, અમિત શાહે ગુલામ નબી આઝાદને આપ્યો પડકાર

રાજ્યસભામાં કાશ્મીર મુદ્દે જોરદાર ચર્ચા, અમિત શાહે ગુલામ નબી આઝાદને આપ્યો પડકાર
X

અમિત શાહ જ્યારે

કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોનો જવાબ આપી રહ્યા

હતા ત્યારે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. આ સમય દરમિયાન, જ્યારે આઝાદે

ઇતિહાસનો ઉલ્લેખ કર્યો ત્યારે અમિત શાહે કહ્યું કે હું ભૂતકાળમાં જવા નથી માંગતો, પરંતુ તેઓ ખેંચીને ત્યાં જ લઈ ગયા.

કેન્દ્રીય ગૃહ

પ્રધાન અમિત શાહે બુધવારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ અંગે નિવેદન

આપ્યું હતું. અમિત શાહ જ્યારે કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ દ્વારા ઉઠાવવામાં

આવેલા પ્રશ્નોનો જવાબ આપી રહ્યા હતા ત્યારે વિપક્ષ તરફથી હોબાળો મચ્યો હતો. આ સમય

દરમિયાન, જ્યારે આઝાદે ભૂતકાળના ઇતિહાસનો ઉલ્લેખ કર્યો ત્યારે અમિત શાહે કહ્યું કે

હું ભૂતકાળમાં જવા નથી માંગતો, પરંતુ તેઓ ખેંચીને ત્યાં જ લઈ ગયા.

જ્યારે ગુલામ નબી

આઝાદે રાજ્યસભામાં કહ્યું હતું કે આજના યુગમાં, ઇન્ટરનેટ, આરોગ્યની ખૂબ જ જરૂર

છે. પાડોશી દેશ 1947 થી છે, અમે પણ મુખ્યમંત્રી રહી ચૂક્યા છીએ. ઇન્ટરનેટ થોડા દિવસો માટે બંધ રહેતું હતું પણ એવું ક્યારેય બન્યું ન

હતું કે ઇન્ટરનેટને સાડા ત્રણ મહિના સુધી બંધ રાખવામા

આવ્યું હોય.

જ્યારે આઝાદે અમિત

શાહને અટકાવ્યો, ત્યારે તેમણે કહ્યું કે જો ગુલામ નબી આઝાદ આ આંકડાઓને પડકાર આપે છે, તો હું જવાબદારી

સાથે કહું છુ કે બધી જવાબદારી

મારી છે. તમે રેકોર્ડ પર કહો કે આ ડેટા ખોટો છે. હું આ મુદ્દા પર કલાકો સુધી ચર્ચા

માટે પણ તૈયાર છું.

તમે તેમને સહન કર્યા, મને પણ સહન કરો

તે જ સમયે, અમિત શાહે તેમને

અટકાવ્યો અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા તેમને કહ્યું કે હું ઇતિહાસમાં

જવા માંગતો નથી, પરંતુ તેઓ મને ખેંચીને લઈ જય રહ્યા છે, હવે તેમણે કહ્યું, તો મારે જવાબ આપવો પડશે. હવે જો તેઓ અટકતા નથી તો તમે મને પણ નથી રોકી શકતા, તેમને સહન કર્યા હવે મને પણ સહન કરો.

યોગ્ય સમયે ઇન્ટરનેટ સેવા શરૂ થઈ જશે

ગૃહ પ્રધાન અમિત

શાહે કહ્યું કે આજે સૂચના માટે ઇન્ટરનેટ

મહત્વપૂર્ણ છે, પરંતુ હું કહેવા માંગુ છું કે 1995-96 માં આખા દેશમાં મોબાઇલ આવ્યો હતો.

પરંતુ કાશ્મીરમાં મોબાઇલ ભાજપ સરકાર 2003માં લાવી

હતી. અમિત શાહે કહ્યું હતું કે ઇન્ટરનેટ જરૂરી છે પરંતુ દેશ માટે સલામતીનો એક પ્રશ્ન છે, આપણે આતંકવાદ સામેની

લડત વિશે વિચારવું પડશે અને જ્યારે તે જરૂરી બનશે, ત્યારે અમે

ચોક્કસપણે તેને ફરીથી સ્થાપિત કરીશું.

આ પછી, અમિત શાહને

જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ પર એક સવાલ પૂછવામાં આવ્યો હતો અને શાળા-તબીબી સુવિધા વિશે વિસ્તૃત જવાબો

માંગવામાં આવ્યા હતા. આ અંગે અમિત શાહે કહ્યું કે, ઘાટીમાં દવાઓની ઉપલબ્ધતા પૂરતી છે, દુકાન-હોસ્પિટલમાં

પુષ્કળ દવાઓ છે. આ સમય દરમિયાન, ગૃહમંત્રીએ કાશ્મીરમાં આરોગ્યના

મુદ્દાઓ અંગેના ડેટા પણ જાહેર કર્યા હતા.

કાશ્મીરમાં બધું

બરાબર છે

ગૃહમંત્રી અમિત શાહે

કહ્યું કે કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. 5 ઓગષ્ટ પછી, પોલીસ ફાયરિંગને કારણે એક પણ વ્યક્તિ ઘાટીમાં મૃત્યુ

પામ્યો નથી. આ સિવાય 195 પોલીસ સ્ટેશનોમાં લગાવવામાં આવેલા પ્રતિબંધોને દૂર

કરવામાં આવ્યા છે, પથ્થરમારાની ઘટનાઓમાં પણ ઘટાડો થયો છે. આ સિવાય તમામ શાળાઓ ખુલી રહી છે, પરીક્ષાઓ સરળતાથી

ચાલે પણ છે.

Next Story