Connect Gujarat
ગુજરાત

રાજ્ય સભાના સાંસદ શંકર વેગડએ ગીર અભ્યારણમાં સેલ્ફી લેતા થયો વિવાદ

રાજ્ય સભાના સાંસદ શંકર વેગડએ ગીર અભ્યારણમાં સેલ્ફી લેતા થયો વિવાદ
X

રાજ્ય સભાના સાંસદ શંકર વેગડએ ગીર અભ્યારણમાં લીધેલી સેલ્ફી વિવાદનું કેન્દ્ર બની છે, જોકે આ કોઈ વિરોધી તત્ત્વોનું કાવતરુ હોવાનું જણાવીને સાંસદે પોતાનો બચાવ કર્યો હતો.

સુરેન્દ્રનગરના રાજ્ય સભાના સાંસદ શંકર વેગડ હાલ તેમના પરિવાર સાથે ગીરની અંદર વેકેશનની મજા માણી હતી. ત્યારે શંકર વેગડના પુત્ર દ્વારા લેવામાં આવેલી સેલ્ફી તેમજ સેલ્ફી વિડિયો વિવાદનુ કારણ બન્યા છે.

જોકે કનેકટ ગુજરાતની ટીમ સાથેની ટેલિફોનિક વાતચીતમાં સાંસદ શંકર વેગડે જણાવ્યુ હતુ કે આ મારા વિરોધીઓ નુ કાવત્રુ છે. મે કોઈ પણ જાતના કાયદાનુ ઉલ્લંઘન કર્યુ નથી. 17મીના રોજ પાર્લામેન્ટ્રી કમિટીની ટુરમાં બીજા ચાર સાંસદો પણ મારી સાથે હતા. તેમજ અમારી સાથે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પણ હતા.

ગત એપ્રિલ માસમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના લગ્ન 17 એપ્રિલના રોજ થયા હતા. જાડેજા પોતાના લગ્ન બાદ સાસણ પોતાની પત્ની સાથે ગયા હતા. જ્યાં સિંહ સાથે એક સેલ્ફી લીધી હતી. જે તસવીર વિવાદનું કારણ બની હતી અને તેઓએ 20 હજારથી પણ વધુનો દંડ ચુકવ્યો હતો.

Next Story