Connect Gujarat
ગુજરાત

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : દિવ્યાંગ વ્યક્તિઓને મળશે એસટી બસમાં વિનામૂલ્યે મુસાફરીનો લાભ

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય : દિવ્યાંગ વ્યક્તિઓને મળશે એસટી બસમાં વિનામૂલ્યે મુસાફરીનો લાભ
X

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે,જેમાં તમામ પ્રકારની એસટી બસ માં તેઓ વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.

આ અંગે જાણવા મળ્યા મુજબ અગાઉ દિવ્યાંગ વ્યક્તિઓએ પોતાનું ઓળખ કાર્ડ દર પાંચ વર્ષે રિન્યુ કરાવું પડતું હતું જે હવે રાજ્ય સરકાર દ્વારા કાયમી ધોરણે આપવામાં આવશે,સાથે સાથે આવક મર્યાદાની જોગવાય પણ રાજય સરકારે રદ કરી છે.

દિવ્યાંગ વ્યક્તિઓને અભ્યાસ,સારવાર ,નોકરી,ધંધાના સ્થળે તેમજ અન્ય સામાજિક કારણોસર હાલ ફક્ત સાદી અને એકસપ્રેસ એસટી બસમાં જ વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળતો હતો જે હવે ગુર્જરનગરી,ઇન્ટરસીટી,લક્ઝરી અને વોલ્વો બસ સહીત ની તમામ પ્રકારની એસટી બસો માં નિ:શુલ્ક મુસાફરીનો લાભ મળશે તેમ જાણવા મળ્યું છે.

Next Story