Connect Gujarat
ગુજરાત

રાજ્ય સ્તરના ઇનોવેશનમાં સતત ૪થી વાર ઝળકી ગામનું નામ રોશન કરતી સલાડ પ્રાથમિક શાળા

રાજ્ય સ્તરના ઇનોવેશનમાં  સતત ૪થી વાર ઝળકી ગામનું નામ રોશન કરતી સલાડ પ્રાથમિક શાળા
X

તાજેતરમાં રાજ્ય સ્તરના ઈનોવેશનમાં ઝળકી ચુકેલી વડોદરા તાલુકાની સલાડ પ્રાથમિક શાળા ત્યાર બાદ રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી શિષ્યવૃતિની પરિક્ષામાં પણ ધોરણ ૬ના ચાર વિધાર્થીઓ ઉતીર્ણ થયા હતા અને સલાડ પ્રાથમિક શાળાના ઉત્સાહી આચાર્ય દિપક ભાઈ પંડ્યા સલાડ પ્રાથમિક શાળાનાં સ્ટાફગણને સન્માનિત કરવા આખુ સલાડ ગામ તેમજ એસ.એમ.સી ૨૬ મી જાન્યુઆરીના પ્રજાસતાક પર્વના દિને સલાડ પ્રા.શાળામાં દોડી આવ્યા હતા.

સલાડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી તેમજ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ તાળીઓના ગગડાટથી વાતાવરણને ગજવી મુકયુ હતું તેમજ સવારે ૮ થી બપોરે ૨.૩૦ વાગ્યા સુધી વાલીઓ અને વિધાર્થીઓ મળી ૫૦૦ વ્યકતિઓએ હાજરી આપી આ અનેરી સિદ્ધિઓને હર્ષ સાથે મન લગાવીને બિરદાવી હતી. બે માસના ટૂંકા સમયમાં ૩ વાર ઝળકી ચૂકેલી આ સલાડ પ્રાથમિક શાળા સતત ચોથી વાર ફરી સફળતાની સિદ્ધિને પામી છે.

NMMS પરિક્ષાનું આજરોજ અમારી શાળાના ઉત્સાહી શિક્ષક મનજીભાઈ સુથાર ઓનલાઈન પરિણામ તપાસતા ધોરણ ૮ ના ૧૫ વિધાર્થીઓએ પરિક્ષા આપી હતી જેમાંથી ૭ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થઈ સલાડ પ્રાથમિક શાળા નુ ગૌરવ વધાર્યું છે. જેમાં પરમાર રેણુકા, રાઠોડ કિંજલ,રાઠોડિયા કાજલ,તડવી જાનકી,રાઠોડ સોનિયા,પરમાર પાર્થ,સોલંકી ધર્મેન્દ્ર આ પાંચ કન્યાઓ અને બે કુમાર NMMS પરિક્ષામાં ઉતીર્ણ થતા સલાડ ગામમાં હર્ષનો માહોલ સર્જાયો હતો. પરિક્ષાની બાળકોને ખૂબ જ તન મનથી તૈયારી ધોરણ ૬ થી ૮ના શિક્ષિકા નિર્મળાબેન કિચયને કરાવી હતી જેનુ આ પરિણામ છે. આમ આચાર્ય દિપકભાઈ પંડયા સલાડ પ્રા.શાળાને સતત ચોથી વાર સફળતાની સિદ્ધિઓથી ઝળકાવી શિક્ષણની સાચી ગુણવત્તા સાબિત કરી છે.

Next Story