Connect Gujarat
દેશ

રાજ બબ્બરે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યું

રાજ બબ્બરે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યું
X

ઉત્તર પ્રદેશના રાજકારનમાં હાલ અનેક ઉથલપાથલ ચાલી રહી છે. પહેલેથી જ અનેક પડકારોનો સામનો કરી રહેલી કોંગ્રેસ માટે વધુ એક માઠા સમાચાર છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રાજ બબ્બરે પોતાના પદ પરથી અચાનક જ રાજીનામું ધરી દીધું છે. જોકે હજી સુધી રાજ બબ્બરનું રાજીનામું સ્વિકારવામાં આવ્યુ નથી. જ્યાં સુધી રાજીનામું સ્વિકારાશે નહીં ત્યાં સુધી તે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષનું કામકાજ જોશે.

રાજ બબ્બરે ગઈ કાલે મોડી રાતે પોતાનું રાજીનામું આપી દીધું હતું. બીજી બાજુ ગોવા કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું.

જોકે રાજીનામું આપવા માટે કોઈ ચોક્કસ કારણ રાજ બબ્બરે જણાવ્યું ન હતું. રાજ બબ્બરે કહ્યું હતું કે, મને એક વિશેષ કામ આપીને અહીં મોકલવામાં આવ્યો હતો. હું જેટલું કામ કરી શક્તો હતો એટલું કર્યું. કેટલાક સારા થયા તો કેટલાક નસરા. હું આ બાબતે કંઈ જ કહેવા માંગતો નથી. નેતૃત્વ તેની નોંધ લેશે.

Next Story