Connect Gujarat
ગુજરાત

રાનકુવા હાઈસ્કૂલમાં પ્રવેશને પગલે વાલીઓ શાળામાં પહોંચ્યા અને થયું શાબ્દીક યુદ્ધ

રાનકુવા હાઈસ્કૂલમાં પ્રવેશને પગલે વાલીઓ શાળામાં પહોંચ્યા અને થયું શાબ્દીક યુદ્ધ
X

પરીક્ષાના પરિણામ આવતા વાલીઓ બાળકોના શાળામાં પરેશ માટે શાળાના ધક્કા ખાતા હોય છે ત્યારે નવસારી જિલ્લાના રાનકુવા ગામમાં આવેલી શાળામાં સ્થાનિક બાળકોને પ્રવેશ ન મળતા વાલીઓએ શાળમાં જઈ આચાર્ય સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.

ચીખલી તાલુકાના રાનકુવા ગામે આવેલ બી.એલ.પટેલ સર્વ વિધામંદિર ખાતે સ્થાનિકો બાળકોને ને પ્રવેશ ન અપાતા વાલીઓએ શાળામાં આવી હોબાળો કર્યો હતો. જેમાં આચાર્યએ સ્થાનિક વિધાર્થીઓને શાળામાં પ્રવેશ ન આપી બહારગામના વિદ્યાર્થીઓ ને શાળા પ્રવેશ આપ્યો હોવાના આક્ષેપ વાલીઓએ લગાવ્યા હતા.

તો રજુઆત કરવા આવેલા વાલીઓને આચાર્ય એ સરકાર ના પરિપત્ર મુજબ વિદ્યાર્થીઓને ટકાવારી મુજબ શાળામાં પ્રવેશ અપાયો હોવાનું જણાવ્યું હતું.જો કે અંતે શાળા ના ટ્રસ્ટી મંડળના લોકો અને વાલીઓ તેમજ બિટીએસ સંગઠનના લોકોએ આચાર્ય સાથે બેઠક કરી જિલ્લા શિક્ષણ અધિકારી પાસે મંજૂરી માંગી સ્થાનિક વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપવાની ખાત્રી આપી હતી. જિલ્લામાં આવેલી રાનકુવા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ ને સારૂ ભણતર આપવાનમાં આવે છે જેનાથી આ શાળામાં પ્રવેશ મેળવવા માટે પડાપડી થતી હોય છે.જેમાં સ્થાનિક વિદ્યાર્થીઓ વંચિત રહી ન જાય તે માટે વાલીઓએ આજે શાળામાં આચાર્યને રજુઆત કરી હતી.

Next Story