Connect Gujarat
દેશ

રામ જન્મભૂમિ - બાબરી કેસની સુનાવણી 4 જાન્યુઆરીએ કરશે : સુપ્રીમ કોર્ટ

રામ જન્મભૂમિ - બાબરી કેસની સુનાવણી 4 જાન્યુઆરીએ કરશે : સુપ્રીમ કોર્ટ
X

સુપ્રીમ કોર્ટ 4 જાન્યુઆરીએ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ માલિકાના હક વિવાદથી જોડાયેલ યાચિકાઓ પર સુનાવણી કરશે. આ મામલાને સીજેઆઇ રંજન ગોગાઇ અને જસ્ટિસ એસ.કે કૌલની બેન્ચ પહેલાં યાદીમાં સ્થાન પામ્યું છે. એવી સંભાવના છે કે, સીજેઆઇ અને જસ્ટિસ કૌલની બેંચઆ મામલામાં સુનાવણી માટે 3 જજોની બેંચનું ગઠન કરી શકે છે.

હાઇકોર્ટે પોતાના નિર્ણયમાં 2.77 એકડ જમીનને 3 પક્ષો સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલા વચ્ચે બરાબર વહેંચવાનો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે 29 ઓક્ટોબરે કહ્યું હતું તે, આ મામલાની સુનાવણી જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં ઉપર્યુક્ત બેંચમાં હશે, જે સુનાવણીના ફેંસલા પર નિર્ણય લેશે. બાદમાં કોર્ટમાં એક અરજી દાખલ કરી મામલાની તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તેનાથી ઇન્કાર કરતા કહ્યું કે, તે મામલાની સુનાવણીને લઇ 29 ઓક્ટોમ્બરે પહેલાથી જ ફેંસલો આપી ચૂક્યું છે. અખિલ ભારત હિંદુ મહાસભાએ મામલાની જલ્દી સુનાવણી માટે અરજી દાખલ કરી હતી.

મસ્જિદ ઇસ્લામનો અભિન્ન ભાગ છે કે નહી આ મુદ્દા પર 27 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટની 3 જજોની બેંચે 2-1ના બહુમતના મામલામાં સુનાવણીના ક્રમમાં આ મુદ્દો પણ સુપ્રીમ કોર્ટ સામે ઉઠાવ્યો હતો. ખરેખર 1994માં સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે, મસ્જિદ ઇસ્લામનો અભિન્ન અંગ નથી. અયોધ્યા ભૂમિ વિવાદની સુનાવણીના ક્રમમાં આ મુદ્દો પણ સુપ્રીમ કોર્ટ સામે ઉઠ્યો હતો અને કોર્ટથી 1994 વાળી ટિપ્પણી પર પુનર્વિચાર કરવાની માંગ કરી હતી

Next Story