Connect Gujarat
દેશ

રામ મંદિર વિષે નિવેદન આપતા શું કહ્યું બાબા રામદેવે...જાણો..!

રામ મંદિર વિષે નિવેદન આપતા શું કહ્યું બાબા રામદેવે...જાણો..!
X

શું મક્કામાં કે વેટિકનમાં બનશે રામ મંદીર ?

બાબા રામદેવ હાલમાં ૩ દિવસ નડિયાદ ખાતે યોગ શિબિર કરી રહ્યા છે. શ્રી સંતરામ મહારાજ અને તેમના શિષ્ય લક્ષમણ દાસજી મહારાજના સમાધિ મહોત્સવની ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત યોગ ગુરૂ બાબા રામદેવ ૩ દિવસની યોગશિબિર કરી રહ્યાં છે. જેનો આજથી શુભારંભ થયો હતો.

બાબા રામદેવે કહ્યું યોગ એ આપણી પરંપરા છે તેમણે એમ કહ્યું કે પ્રભુ રામ માત્ર હિન્દુઓના પૂર્વજ ના હતા મુસલમાનો ના પણ તે પૂર્વજ હતા. રામદેવ બાબાએ પોતાનાં નિવેદનમાં કહ્યું કે, 'શ્રી નારાયણદાસજી મહારાજ શ્રી રામદાસજી મહારાજ સંતરામ મંદિરમાં ઘણો જૂનો અને આત્મીય સંબંધ છે. સાથે સાથે પૂજ્ય મોરારીબાપુ પણ અહીંયા કથા રસપાન કરાવે છે. તેમની સાથે પિતા પુત્ર જેવો એક આધ્યાત્મિક સંબંધ છે.

બાબા રામદેવે રામ મંદીર ઉપર ટીપણી કરતાં કહ્યું કે રામ મંદીર બનવુ જ જોઈએ. રામ મંદીર અયોધ્યામાં નહીં તો શું મક્કા કે વેટિકનમા બનશે? દેશના લોકોનું ચરિત્ર રામ સીતા જેવુ બનવું જોઈએ રામ માત્ર હિન્દુઓના નહિ મુસ્લમાનોનાં પણ પૂર્વજ છે. રામ મંદીર રાષ્ટ્ર નિર્માણ માટે થવું જોઈએ.

Next Story