Connect Gujarat
ગુજરાત

રામ રાખે તેને કોણ ચાખે, ટ્રેનના એન્જીન નીચે સુતેલા યુવકનો જીવ બચાવ્યો રેલવે પોલીસે

રામ રાખે તેને કોણ ચાખે, ટ્રેનના એન્જીન નીચે સુતેલા યુવકનો જીવ બચાવ્યો રેલવે પોલીસે
X

આપણે ત્યા એક કહેવત છે રામ રાખે તેને કોણ ચાખે. ત્યારે આ ઉક્તિ ચરિતાર્થ થઈ છે.રાજકોટના રેલવે સ્ટેશન પર એક અનોખી ઘટના બનવા પામી હતી. રાજકોટના હંસરાજનગર વિસ્તારમા રહેતા અને વ્યવસાયે પાનની દુકાન ચલાવતા ચંદ્રેશ દેવીદાસ કેશવાણી નામની વ્યક્તિ ટ્રેનના પાટા પર સુઈ ગઈ હતી. જો કે રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવતા પોલીસ જવાનોએ સતર્કતા દાખવતા તેનો જીવ બચી જવા પામ્યો હતો.

ઘટનાની વિગત વાર વાત કરીયે તો આજરોજ સવારના 11:15 વાગ્યે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી એક સિટિંગ એન્જિન પસાર થઈ રહ્યું હતું. દરમિયાન ચંદ્રેશ આત્મહત્યા કરવાના ઈરાદે એન્જિનની આગળ સુઈ ગયો હતો. જે બાબતની જાણ રેલ્વે પોલીસ કર્મીઓને થતા તેઓ એન્જીન પાસે દોડી જઈ ડ્રાઈવરને ઈશારો કરી એન્જીન આગળ વધતુ રોકાવ્યુ હતુ. જે બાદ રેલ્વે પોલીસ કર્મીઓએ આપઘાત કરવાનો પ્રયાસ કરી રહેલા યુવકને એન્જીન નીચેથી કાઢી પોતાની ચેમ્બરમા લઈ ગયા હતા.

જ્યા તેને સાંત્વના આપી તેની અને તેના પરીવાર અંગે માહિતી મેળવી હતી. ગણતરીની મિનીટોમા યુવાનના પરીવારે રેલ્વે સ્ટેશન પોલીસ સ્ટેશન ખાતેથી આવી પોતાના દિકરાને લઈ ગયા હતા. જો કે ક્યા કારણોસર યુવાને આ પ્રકારનુ પગલુ ભર્યુ હતુ તે અંગે પોલીસ તરફથી કે યુવાનના માતા પિતા તરફથી ખુલાસો કરવામા નથી આવ્યો. જો કે આ ઘટનાથી ફરી એક વાર રામ રાખે તેને કોણ ચાખે તે કહેવત સાચી સાબિત થઈ છે.

Next Story