Connect Gujarat
સમાચાર

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાથી સંક્રમિત હોવા છતાં વ્હાઇટ હાઉસ પાછા ફર્યા

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાથી સંક્રમિત હોવા છતાં વ્હાઇટ હાઉસ પાછા ફર્યા
X

કોરોના વાયરસથી પીડિત યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વૉલ્ટર રીડ મેડિકલ સેન્ટરમાંથી રજા આપવામાં આવી છે. છેલ્લા ચાર દિવસથી કોવિડ -19 માં તેની સારવાર ચાલી રહી હતી. ટ્રમ્પને અહીંથી વ્હાઇટ હાઉસ પાંચ ફર્યા અને ખાસ વાત આ કે તેમણે પહેરેલું માસ્ક કાઢી નાખ્યું હોસ્પિટલ છોડતા પહેલા ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે તે ટૂંક સમયમાં જ અભિયાનમાં પરત આવશે.

વર્ષે નવેમ્બરની શરૂઆતમાં યુએસમાં રાષ્ટ્રપતિની ચૂંટણીઓ યોજાવાની છે અને ટ્રમ્પ ટૂંક સમયમાં ચૂંટણી પ્રચારમાં જોડાવા માંગે છે. હેલિકોપ્ટર મરીન વનથી રવાના થતાં જ ટ્રમ્પે માસ્ક કાઢી અને તેના ખિસ્સામાં મૂકી દીધુ હતું ત્યારબાદ તે બાલકનીમાં ગયા અને ત્યાંથી લોકોને શુભેચ્છા પાઠવી. અગાઉ વ્હાઇટ હાઉસના ચિકિત્સક ડો સીન કોનલીએ કહ્યું હતું કે ટ્રમ્પ સંપૂર્ણ રીતે જોખમમાંથી બહાર આવ્યા નથી.

https://twitter.com/realDonaldTrump/status/1313267143232942081

ગુરુવારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પ્રથમ મહિલા મેલાનિયાના કોરોના પોઝિટિવ આવ્યા છે. ત્યારબાદ બંનેએ વ્હાઇટ હાઉસ પર ક્વોરેંટિનકર્યું હતું. જો કે શુક્રવારે ટ્રમ્પની તબિયત લથડ્યા પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પને વૉલ્ટર રીડ મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, રવિવારે અચાનક જ તેના સમર્થકોને વધાવવા માટે હોસ્પિટલની બહાર આવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ સમર્થકોની નજીક આવ્યા, પરંતુ આ સમય દરમિયાન એસયુવીથી નીચે ઉતર્યા નહીં. પરંતુ અંદર બારી માંથી જ સમર્થકોના હાથ મિલાવી રહ્યા હતા. ટ્રમ્પે આ દરમિયાન કપડાથી બનેલો માસ્ક પહેર્યો હતો. તેની સાથે સિક્રેટ સર્વિસના બે એજન્ટો પણ માસ્ક પહેરીને આવ્યા હતા. ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ અને આરોગ્ય નિષ્ણાતો દ્વારા તેમના આ પગલાની ટીકા કરવામાં આવી છે.

Next Story