Connect Gujarat
દેશ

રિયો ઓલિમ્પિક માટે સલમાનને બનાવાયો ભારતનો ગુડવીલ એમ્બેસેડર

રિયો ઓલિમ્પિક માટે સલમાનને બનાવાયો ભારતનો ગુડવીલ એમ્બેસેડર
X

ફિલ્મ અભિનેતા સલમાન ખાનને રિયો ઓલિમ્પિક 2016 માટે ભારતના ગુડવીલ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. આ જાહેરાત દિલ્હીમાં સ્પોર્ટસ સ્ટાર્સ મેરી કોમ, સરદારસિંગ, રિતુ રાની, દીપિકા કુમારીની હાજરીમાં કરવામાં આવી હતી. 5 ઓગષ્ટથી 21 ઓગષ્ટ સુધી ચાલનારા રિયો ઓલિમ્પિકમાં 106 દેશોના 10,500 કરતા વધુ એથ્લેટસ ભાગ લઇ રહ્યા છે.

રિયો ઓલિમ્પિક માટે ગુડવીલ એમ્બેસેડરની જાહેરાત બાદ સલમાન ખાને જણાવ્યું હતું કે ઓલિમ્પિક ગેમ્સને ક્રિકેટ જેટલી વ્યુઅરશીપ મળતી નથી. તેમાં ક્રિકેટનો દોષ નથી. પરંતુ આપણો દોષ છે કે આપણે તે જોતા નથી. ભારતના ઓલિમ્પિકમાં ભાગ લેનારા એથ્લેટેસને આપણા સપોર્ટની જરૂર છે. સલમાને જણાવ્યું હતું કે હું થોડા સમય માટે પણ રિયો જવાનો પ્રયત્ન કરીશ. વધુમાં સલમાને જણાવ્યું હતું કે તે સાનિયા મિરઝા, સુશીલ કુમાર અને વિજેન્દર સિહનો પ્રશંસક છે.

Next Story