Connect Gujarat
દેશ

રિલાયન્સને પછાડી TCS બની દેશની નંબર વન કંપની, શેરમાં 6.76 ટકાનો ઊછાળો

રિલાયન્સને પછાડી TCS બની દેશની નંબર વન કંપની, શેરમાં 6.76 ટકાનો ઊછાળો
X

ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ(ટીસીએસ) એ ફરી એક વખત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીને પાછળ ધકેલી છે. ટીસીએસ 6.50 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ પાર કરનારી દેશની પ્રથમ કંપની બની છે. નાણાકીય વર્ષ 2018ના ચોથા ક્વાર્ટરમાં કંપનીના ચડિયાતા પરિણામના કારણે શેરમાં 6.76 ટકાનો ઊછાળો આવ્યો છે. તેના પગલે કંપનીની માર્કેટ કેપ 6.50 લાખ રૂપિયાથી ઉપર ગઇ છે. જ્યારે શેર ઇન્ટ્રા-ડે 7.2 ટકા ઊછળીને 52 સપ્તાહની ઊંચી સપાટી રૂ.3421.25 પર પહોંચી ગયો છે.

દેશની સૌથી મોટી આઇટી કંપની ટીસીએસનો નાણાકીય વર્ષ 2017-18ના ચોથા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 5.71 ટકા વધીને રૂ.6,904 કરોડ થયો છે. જે અગાઉના ક્વાર્ટરમાં રૂ.6,531 કરોડ હતો. જ્યારે વાર્ષિક ધોરણે કંપનીનો નફો 4.5 ટકા વધીને રૂ.6,604 કરોડ થયો છે. ટીસીએસનું માર્કેટ સવારે 11.45 કલાકે 0.40 ટકાના વધારા સાથે 3150નાં સ્તર ઉપર આવીને રોકાયું હતું. જ્યારે તેનું દિવસનું સૌથી ઉંચું 3170 જ્યારે સૌથી નીચે 3131.10 ના સ્તરે રહ્યું હતું. છેલ્લાં 52 અઠવાડિયામાં સૌથી ઉંચાઈએ 3254.80 અને સૌથી નીચું 2255નું સ્તર રહ્યું હતું.

કંપનીનું કહેવું છે કે 3 વર્ટિકલમાં ગ્રોથ ડબલ ડિજિટ રહી છે. એનર્જી તેમજ યુટિલિટીઝમાં 33.7 ટકાનો વધારો થયો છે જ્યારે ટ્રાવેલમાં 25.4 ટકા અને લાઇફ સાયન્સ એન્ડ હેલ્થકેરમાં 12.6 ટકા ગ્રોથ થયો છે. 6 વર્ટિકલમાં કંપની સરેરાશથી વધારે ગ્રોથ કરી રહી છે. સારા પરિણામના પગલે ટીસીએસના શેરની કિંમતમાં પણ ઉછાળો આવ્યો છે. બીએસઇમાં ટીસીએસના શેર અંતે 6.76 ટકાના ઊછાળા સાથે રૂ.3406.40 પર બંધ રહ્યો છે.

Next Story