Connect Gujarat
લાઇફસ્ટાઇલ

રિશી કપૂર હોરર ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવશે

રિશી કપૂર હોરર ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવશે
X

ઇમરાન હાશ્મી એક હોરર- થ્રિલર ફિલ્મ બનાવી રહ્યો છે. જેમાં તે અભિનય પણ કરશે. આ ફિલ્મમાં મુખ્ય પાત્રમાં રિશી કપૂર પણ મહત્વનું પાત્ર ભજવશે.

આ ફિલ્મ મલયાલમ ફિલ્મના પ્રસિદ્ધ દિગ્દર્શક બનાવવાનાં છે. ફિલ્મ હોરર અને થ્રિલરથી ભરપૂર હશે. જેનું નિર્માણ ઇમરાન હાશ્મી કરશે તેમજ તેમા અભિનય પણ કરશે. આ સાથે જ રિશી કપૂર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

આ ફિલ્મનું નામ હજી નક્કી થયું નથી. ઇમરાન હાલ એક ફિલ્મમાં વ્યસ્ત હોવાથી તે આ ફિલ્મના શૂટિંગ બાદ જ આગામી ફિલ્મના નિર્માણ પર ધ્યાન આપશે. રિશી કપૂર હાલ અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મમાં વ્યસ્ત છે. ઇમરાન અને રિશીની નવી જોડી રૃપેરી પડદે જોવા મળશે.

Next Story