Connect Gujarat
દેશ

રેલવે તંત્ર દ્વારા ટ્રેનમાં 40000 એલએચબી ડબ્બા જોડવામાં આવશે

રેલવે તંત્ર દ્વારા ટ્રેનમાં 40000 એલએચબી ડબ્બા જોડવામાં આવશે
X

ભારતીય રેલવે યાત્રીઓને વિશ્વ કક્ષાની આરામદાયક સુખ સગવડ સુવિધાઓ પુરી પાડવા રૂ 8000 કરોડના અંદાજીત ખર્ચે સુધારેલ રેલવેના ડબ્બાઓમાં આંતરિક ફર્નિચરની સગવડો અને ઉચ્ચ કક્ષાની સુવિધાઓ ધરાવતા આશરે 40000 ડબ્બાઓ સામેલ કરવાની યોજના બનાવી રહી છે.

આ ઉપરાંત સરકારી રેલવે ટ્રેન સેવા અકસ્માતો દરમિયાન ડબ્બાઓને ઉથલી પડવાથી અટકાવવા મજબૂત કપલર્સથી ડબ્બાઓને સજ્જ કરી હાલના તમામ પરંપરાગત ડબ્બાઓમાં સુરક્ષા સંબંધી લાક્ષણિકતાઓ મજબૂત બનાવશે, જણવા મળ્યા મુજબ ડબ્બાઓને અન્ય સુવિધાઓ સહિત ડિઝાઈનવાળા બાયો ટોયલેટો સુધારેલી બેઠક વ્યવસ્થા અને ફરીથી સજાવાયેલ, નવીનીકરણ કરાયેલ ફનિર્ચરો ગોઠવવામાં આવશે.

આ કામકાજ માટે ડબ્બા દીઠ આશરે રૂ 30 લાખનો ખર્ચ થશે, રેલવે મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યા મુજબ 2023 સુધીમાં રેલવેમાં 40000 નવી સુવિધાઓવાળા ડબ્બાને સામેલ કરી દેવામાં આવશે, ચાલુ નાણાંકીય વર્ષમાં એવા 1000 આગામી વર્ષે તે સંખ્યા વધી 3000 થશે,અને તે પછીના આગળના વર્ષમાં તે સંખ્યા 5500 સુધી પહોંચશે.

Next Story