Connect Gujarat
દેશ

રેલવે મથકો પર એરપોર્ટ જેવી સુવિધા શરૂ થશે

રેલવે મથકો પર એરપોર્ટ જેવી સુવિધા શરૂ થશે
X

પ્લેટફોર્મ પર જતા પહેલા જ ટિકિટ બતાવવી ને યાત્રી પ્રવેશ કરી શકશે

ભારતીય રેલવે વિભાગ દ્વારા રેલવે ના વ્યવહારો માં તબકકા વાર ઉલ્લેખનીય ફેરફારો કરીને યાત્રી ઓ ની સુવિધા વધારવા માટે ના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે,તાજેતરમાંજ રેલવે ટિકિટ સાથે આધારકાર્ડ નંબર જોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યાંજ હવે પ્લેટફોર્મ ઉપર ટિકિટ વગર લટાર મારતા તત્વો અને વગર ટિકિટે મુસાફરી કરતા ખુદાબક્ષો ને સીધાદોર કરવા માટે પ્લેટફોર્મ પર પ્રવેશતા પહેલા જ ટિકિટ ની ચકાસણી કરવામાં આવશે.

રેલવે સ્ટેશન ઉપર આ સુવિધા ની શરૂઆત પ્રથમ તબક્કે નવી દિલ્હી અને જૂની દિલ્હી ના રેલવે સ્ટેશનો પર કરવામાં આવશે,જ્યારે ટિકિટો કલેક્ટર ની સાથે સાથે આરપીએફ ના જવાનો પણ રેલવે સ્ટેશન માં પ્રવેશતા લોકોની ટિકિટ ચેકીંગ કરશે.

એક સપ્તાહ માં શરૂ થનાર આ સુવિધા થકી પ્લેટફોર્મ ઉપર થતી ગેરરીતિ અને વગર ટિકિટે ટ્રેન માં મુસાફરી ને અંકુશમાં લાવવા માટે નો ઉદ્દેશ્ય હોવાનું રેલવે સૂત્રોએ મીડિયા ને જણાવ્યું હતું.

Next Story