Connect Gujarat
દેશ

રેલવે A - 1 અને A કેટેગરીના 400 સ્ટેશનોની કાયાપલટ કરશે

રેલવે A - 1 અને A કેટેગરીના 400 સ્ટેશનોની કાયાપલટ કરશે
X

રેલવે તેના એ -1 અને A કેટેગરીના આશરે 400 સ્ટેશનોને પ્રજાના સહયોગથી વિકસાવવાનો નિર્ણંય કર્યો છે. રેલવેમાં હાલમાં મહત્વના ફેરફારો કરવામાં આવી રહ્યા છે.

લોકસભામાં સુરેશ પ્રભુએ જણાવ્યુ હતુ કે A-1 અને A કેટેગરીના રેલવે સ્ટેશનો મહત્વના શહેરોમાં આવેલા છે. કંપની ઓ પાસે રેલવે મથકોની કાયાપલટ માટે ડિઝાઇન અને વ્યવસાયી વિચારો સાથે પ્રસ્તાવ મંગાવવા માં આવ્યા છે.

સ્ટેશનના વિકાસ માટેની રકમો રેલવેની ફાજલ તેમજ સ્ટેશન પરની જગ્યાના વ્યાપારી ઉપયોગ માટે ફાળવણીની મદદથી કરાશે,આ માટેની પ્રક્રિયા પૂર્ણ પારદર્શક અને જેમની ડિઝાઇન શ્રેષ્ઠ જણાય તેને ફાળવામાં આવશે.

આ કાર્યક્રમમાં રેલવેને ખાસ ખર્ચ ભોગવવાનો આવતો નથી કેમ કે ડેવલેપર દ્રારા પ્રાપ્ત થનારી રકમ અને કાર્યથી સ્ટેશનનો વિકાસ થશે, તેમણે આદર્શ સ્ટેશન યોજના હેઠળ 1253 સ્ટેશનનો પૈકી 1022 સ્ટેશનોનો વિકાસ થઈ ચુક્યો છે, તેમ છતાં જેમ નવા પ્રસ્તાવો આવતા જશે તેમ આ યાદીમાં ઉમેરાતા જશે, જેમાં તેની સંબંધીત અગત્ય અને ત્યાં થતા મુસાફરોના પરિવહનને આધારે તેનો નિર્ણય લેવાશે.

Next Story