Connect Gujarat
ગુજરાત

લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના વિદ્યાર્થીઓએ ગુજરાત ફાર્મસી ક્રિકેટ કપ-૨ પ્રાપ્ત કર્યો

લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના વિદ્યાર્થીઓએ ગુજરાત ફાર્મસી ક્રિકેટ કપ-૨ પ્રાપ્ત કર્યો
X

સ્વામિનારાયણ શિશુ સહાયક કેન્દ્ર સંચાલિત લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી, ભોલાવ ભરૂચ. ફાર્મા ગપસપ સ્કોલર દ્વારા અમદાવાદ ખાતે તારીખ ૧૭-૩-૨૦૧૯ અને ૧૮-૩-૨૦૧૯ ના રોજ ગુજરાત ફાર્મસી કિકેટ કપ -૨નું આયોજન રાખવામાં આવ્યું હતું.

આ કિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતની અલગ-અલગ કોલેજ અને કંપની માંથી કુલ ૧રટીમે ભાગ લીધેલ હતો.આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આ ટુર્નામેન્ટમાં વિજેતા થઇ ગુજરાત ફાર્મસી ક્રિકેટ કપ-૨ પ્રાપ્ત કર્યા હતો.આ સિધ્ધિ બદલ વિદ્યાર્થીઓને સંસ્થાના ટ્રસ્‍ટી મંડળ, આચાર્ય અને કોલેજ પરિવાર ખૂબ-ખૂબ અભિનંદન પાઠવે છે.

Next Story