Connect Gujarat
બ્લોગ

લાલ ટામેટા હૃદય રોગ થી રાખશે દૂર,સંશોધન માં કરાયો દાવો

લાલ ટામેટા હૃદય રોગ થી રાખશે દૂર,સંશોધન માં કરાયો દાવો
X

વિશ્વ કક્ષા એ હૃદય રોગ નો વ્યાપ વધતો જાય છે ત્યારે તેને કંટ્રોલ માં રાખવા માટે પણ અવનવા સંશોધનો થતા રહે છે.તાજેતરમાં જ ટામેટાને લઈને રિસર્ચ કરવામાં આવ્યું હતું જેમાં લાલ ટામેટા નો ઉપયોગ પણ હૃદય રોગ સામે રક્ષણ આપી શકે છે તેવો દાવો કરવામાં આવ્યો છે.

જાણકારો ના મત અનુસાર કાર્ડિયાક વેક્યૂલર સિસ્ટમ ઉપર લેકોપીન ઘટક તત્વો ની અસર જોવા માટે અભ્યાસ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં ઘણા બધા દર્દી ઓ ને આવરી લેવામાં આવ્યા હતા.જેમાં નિયમિત ભોજન માં ટામેટા નો ઉપયોગ કરનાર લોકોજ આરોગ્ય ની સ્થિતિ વધુ સારી રહી છે.ટામેટા ખાવાથી હૃદયના રોગો નો ખતરો 26 ટકા સુધી ઘટાડી શકાય છે.જોકે સ્ટ્રોક ઉપર તેની કોઈ અસર થતી નથી.ટામેટા અતિ મહત્વ પુર્ણ ઘટક તત્વો રહેલા હોવાનું સંશોધકો નું માનવું છે.

આ અભ્યાસ ના તારણો બ્રિટિશ જર્નલ ઓફ ન્યુટ્રીશન માં પણ પ્રકાશિત કરવમાં આવ્યા છે.ટામેટા લોહી અને હિમોગ્લોબીન માં પણ મહત્વ પુર્ણ ભૂમિકા અદા કરતા હોવાનું કહેવાય છે.

Next Story