Connect Gujarat
ગુજરાત

લુણાવાડા ખાતે તાલીમાર્થી યુવાનોને કરાયું આર્મીની રેડી રેફરન્સ બુક વિતરણ

લુણાવાડા ખાતે તાલીમાર્થી યુવાનોને કરાયું આર્મીની રેડી રેફરન્સ બુક વિતરણ
X

જિલ્લા રોજગાર કચેરી મહીસાગર દ્વારા સ્વામી વિવેકાનંદ લશ્કરી ભરતી પૂર્વે નિવાસી તાલીમ વર્ગનું આયોજન સહાયક માહિતી નિયામક એસ.જે. બળેવીયાના અધ્યક્ષ સ્થાને રાજપૂત સમાજ વાડી, લુણાવાડા મહીસાગર ખાતે યુવાનોને આર્મીની રેડી રેફરન્સ બુક વિતરણ કરાઇ હતી.

જિલ્લા રોજગાર અધિકારી એમ.જે. પ્રજાપતિએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર યુવક માટે રોજગાર - સ્વ રોજગાર અને વિવિધ દિશાઓ ચિધવા અને યુવા શક્તિમાં કૌશલ્ય નિર્માણ કરવા કટિબદ્ધ છે. નવ ભારતના નિર્માણ માટે જિલ્લાની યુવાશક્તિ પોતાનું મહત્તમ યોગદાન આપે તે બાબતને અગ્રતા આપીને રાજ્ય સરકાર યુવાનોને શૈક્ષણિક વિકાસની સાથે-સાથે રોજગાર -સ્વરોજગાર તેમજ કૌશલ્ય નિર્માણ માટે સજાગ છે જેથી યુવાનોને ઉજ્જવળ કારકિર્દી માટે અને દેશની સેવામાં સહયોગી બને તે માટે આ તાલીમ આશીર્વાદરૂપ સાબિત થશે. તેમજ સૌની શ્રેષ્ઠ કારકિર્દી બને અને ભવિષ્ય ઉજ્જવળ બને તેવી શુભકામનાઓ પાઠવી હતી.

જિલ્લા રોજગાર કચેરી મહીસાગર દ્વારા સ્વામી વિવેકાનંદ તાલીમ સંસ્થા દરમિયાન જિલ્લાના ૯૦ જેટલા ઉમેદવારોમાંથી ૩૦ જેટલા ફીજીકલ માપદંડ અને ફીટનેશના આધારે પસંદગી કરી પસંદ કરી તારીખ ૩જી જુનથી તાલીમ આપવામાં આવે છે બે કલાક પીટી તથા ૨૪૦ કલાકનો સમગ્ર પરીક્ષાલક્ષી કાર્યક્રમ પ્રમાણે કોચીંગ આપવામાં આવે છે.

આ અવસરે યુવાનોને પરીક્ષા લક્ષી માર્ગદર્શન મળી રહે તે માટે આર્મીની રેડી રેફન્સ બુક પણ જિલ્લા રોજગાર અધિકારી એમ.જે.પ્રજાપતિ અને જિલ્લાના કચેરીના સહાયક માહિતી નિયામક એસ.જે.બળેવીયાના હસ્તે અર્પણ કરવામાં આવી હતી.

Next Story