Connect Gujarat
બ્લોગ

પાંચસો રૂપિયા માં ત્રણ વાર્તા

પાંચસો રૂપિયા માં ત્રણ વાર્તા
X

“લેખક મહાશય આજકાલ શું લખો છો?”

જવા દો ને ભાઈ હવે તો પાંચસો રૂપિયામાં ત્રણ વાર્તા પડે છે.

એટલે તમે વાર્તા વેચો છો?

ના ભાઈ ના ત્રણ વાર્તા લખતા મને રૂપિયા પાંચસોનો અંદાજીત ખર્ચ થાય છે.

એ કેવી રીતે?

આપણે કયા રાજયમાં રહીએ છીએ?

ગાંધીના ગુજરાતમાં, કેમ તમને કાંઈ વાંધો છે?

વાંધો છે, ગુજરાતમાં દારૂબંધી છે. એટલે હેલ્થ પરમીટ કઢાવો એટલે તમને બે,

ત્રણ, કે ચાર યુનિટની પરમીટ મળે. માન્ય લીકર શોપ પરથી દારૂ મળે.

એને હકારમાં માથુ હલાવ્યું.

માન્ય લીકર શોપમાંથી જે લીકર ખરીદો એની ગુણવત્તા એટલે કે,ક્વોલિટી સારી,

પણ ગવર્મેન્ટના ટેક્સના કારણે એનો ભાવ દોઢથી બે ગણો. એજ લીકરની બ્રાન્ડ

એક ફોન કરોને એટલે છાપામાં પેક કરીને તમે કહો ત્યાં ડિલીવરી કરવામાં

ખોપિયો આવે,રોકડે થી માલ ખરીદવાનો.હવે તમે જ કહો જે બોટલ સાતસો કે

આઠસોની લીકર શોપમાં મળે એ જ બોટલ ઘરે બેઠા તમને રૂપિયા પાંચસોમાં મળે તો તમે

ક્યાંથી માલ ખરીદો?

“એક મિનિટ એક મિનિટ હું કંઈ બોલવા માંગુ છું.”

“બોલો, બોલો” આખીય વાર્તામાં વાર્તા ક્યાંય આવી જ નહિ.

“ આખી વાત તમને સમજાય એટલે મેં લીકર શોપ અને બુટલેગર જે રીતે ડિલીવરી કરે

તે તમને સમજાવ્યું” “એ તો હું સમજી ગયો., આગળ સમજાવો.” એક બોટલમાં સાતસો

પચાસ એમ.એલ લીકર આવે. પચ્ચીસ તાલી પંચોતેર. ત્રીસ એમ.એલના પચ્ચીસ અને સાઠ

એમ.એલ.ના બાર પેગ આશરે બને.

“ભાઈ! મારે એ નથી જાણવું કે લીકર શોપ કે બુટલેગર પાસેથી કેવીરીતે દારૂ

મળે? કેટલા પેગ બને?

મને એ કહો કે એને વાર્તા સાથે શી નિસ્બત.”

“ તમે તો ભારે ઉતાવળા, ઉતાવળે આંબા ન પાકે.”

“પાછી કહેવત બોલ્યા” “ જો ભાઈ કહેવત તો આપણી માતૃભાષાનું ઘરેણું છે, મારી

વાતમાં એ ડગલે ને પગલ આવશે જ!” આવવા દો, ભાઈ આવવા દો! પણ આખીય

વાર્તામાંથી પાંચસો રૂપિયામાં ત્રણ વાર્તા અલ્લાઉદ્દીન જાદુઈ ચિરાગની જેમ

ગાયબ થઈ ગઈ, એટલે હું ધીરજ ખોઈ બેઠો.”

મારા એક સવાલનો જવાબ આપો તમે લો છો?

કેવી વાત કરો છો બોસ રોજ બે પેગ. દોસ્તો સાથે પાર્ટીમાં હોઈએ તો ત્રણ ચાર

પણ થઈ જાય.

“કઈ બ્રાન્ડ પીધી હતી? રોજ કઈ બ્રાન્ડ પીઓ છો? અને ક્યાંથી લાવો છો?”

“ તમે તો ઉલટ તપાસ લેતા હોય તેવું લાગે છે? એ બધું સિક્રેટ છે.પણ! આપણા

કોન્ટેક્ટ્સ એટલાં પાવરફૂલ છે. કોઈ સાંજ કોરી ગઈ નથી.”

“ તો હવે તમને પાંચસો રૂપિયામાં ત્રણ વાર્તાને શો સંબંધ છે એ કહીને મારી

વાત પૂરી કરું.

મેં પહેલા કહ્યું એમ પાંચસો રૂપિયામાં બાર પેગ બને. એટલે એક પેગ આશરે

એકતાલીસ રૂપિયા અને સાઠ પૈસાનો થાય. ત્રીસ એમ.એલનો સ્મોલ પેગ પચ્ચીસ બને,

એક પેગ વીસ રૂપિયાનો પડે.”

ભાઈ, મને બધુ સમજાઈ ગયું, દીવાબત્તી થઈ ગઈ. સાતના ટકોરે મારો આરતીનો સમય,

જો હું નહિં પહોંચુ તો ફોન પર ફોન શરૂ યઈ જશે. આપણને એકજ બ્રાન્ડ ગમે.

રોયલ લોકો જ આ બ્રાન્ડ પસંદ કરે, બે પેગ મારો એટલે તરબતર અને વધારે થઈ

જાય તો એના ખોખા પર જે શાબર. જેવા પશુનો ફોટો પાડેલો હોય છે ને શીંગડામાં

ભેરવાઈ જવાય.

ઓ.કે, બાય,સી.યુ. ચીયર્સ કહી એને અંગુઠાથી થમ્બ અપ કરી સ્કૂટર ભગાવ્યું.

મેં મોબાઈલ કાઢી સ્પીડ ડાયલમાં સેવન ડિજીટ દબાવ્યું સામે છેડેથી જવાબ મળ્યો.

બસ રસ્તામાં જ છું પાંચ જ મિનીટમાં પહોંચ્યોં. મેં ગાંધી છાપ પાંચસો

રૂપિયાની નોટ પાકીટમાંથી કાઢી શર્ટનાં ગજવામાં તૈયાર રાખી. આજે રાતે જે

વાર્તા લખવાનો છું એનું નામ મનોમન નક્કી કરી રાખ્યું. વાર્તાનું નામ હતું

‘ ઈન્ટરવ્યું ‘.

Next Story